Sun Feb 15 2026

Logo

White Logo

અમેરિકામાં ભારતીય નાગરિકો પર જોખમ વધ્યું, વધુ એકભારતીય વિદ્યાર્થી લાપતા થયો

California   12 hours ago
Author: Vimal Prajapati
Video

કેલિફોર્નિયાઃ અમેરિકામાં ભારતીયોનું જીવન જોખમાઈ હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. સરેઆમ હત્યા અને મારપીટની ઘટના બાદ હવે વધુ એક ભારતીય યુવક લાપતા થયો હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાંથી 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી ગુમ થતાં ચકચાર મચી જવા પામી છે. સૂત્રોના જાણવ્યાં પ્રમાણે તે અમેરિકામાં અનુસ્નાતકનો વિદ્યાર્થી હતો, જે અચાનક ગુમ થઈ ગયો છે. અમેરિકન પોલીસ અધિકારીઓ દ્વારા આ વિદ્યાર્થીનો શોધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

સાકેત શ્રીનિવાસૈયા  કેલિફોર્નિયામાંથી લાપતા થયો
 
કર્ણાટકનો 22 વર્ષીય વિદ્યાર્થી ગુમ થયો હોવાની જાણકારી મળતાની સાતે જ ભારતીય દૂતાવાસના અધિકારીઓ પણ સક્રિય થઈ ગયાં છે. અમેરિકી અધિકારીઓ સાથે સતત સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. આ વિદ્યાર્થીનું નામ સાકેત શ્રીનિવાસૈયા છે, જે કર્ણાટકનો રહેવાસી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે તે યુસી બર્કલે (કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલે) માં વિદ્યાર્થી છે. મહત્વની વાત એ છે કે, સાકેત મંગળવારથી લાપતા છે, હજી સુધી તેની કોઈ સંભાળ મળી નથી. જેના કારણે અધિકારીઓ દોડતા થયાં છે.

ભારતીય દૂતાવાસે આ મામલે એક્સ પર પોસ્ટ શેર કરી

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુમ થયેલા વિદ્યાર્થીનો પાસપોર્ટ અને લેપટોપ સાથેની બેગ પાર્ક હિલ્સ વિસ્તારમાં એક ઘરના દરવાજા પરથી મળી આવી છે. આ ભારતીય વિદ્યાર્થી મંગળવારથી લાપતા હોવાના કારણે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય કોન્સ્યુલેટ દ્વારા ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટના માટે ભારતીય દૂતાવાસ દ્વારા એક્સ પર પોસ્ટ પણ શેર કરવામાં આવી છે. ભારતીય વિદ્યાર્થી ગુમ થયો હોવાના કારણે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. 

સાકેત શ્રીનિવાસૈયા છેલ્લે ક્યાં જોવા મળ્યો હતો?

એક્સ પર કરેલી પોસ્ટ પ્રમાણે દૂતાવાસ અત્યારે વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે અને બનતી તમામ મદદ કરવા માટે તત્પરતા બતાવી છે. અમેરિકન પોલીસના જણાવ્યાં પ્રમાણે સાકેત શ્રીનિવાસૈયા છેલ્લે ડ્વાઇટ વેના 1700 બ્લોકમાં જોવા મળ્યો હતો. પોલીસે વધારે વિગતો આપતા જણાવ્યું કે, IIT મદ્રાસમાંથી બી.ટેક પૂર્ણ કર્યા બાદ શ્રીનિવાસૈયા કેમિકલ અને બાયોમોલેક્યુલર એન્જિનિયરિંગ વિભાગમાં માસ્ટર કરી રહ્યો હતો. અત્યારે તેને શોધવા માટે પોલીસ દ્વારા તપાશ શરૂ કરી દેવામાં આવી છે.