દુબઈઃ ભારતે મહિલાઓના ટી-20 એશિયા કપ (Asia Cup)માં બાંગ્લાદેશ સામેની સેમિ ફાઇનલમાં છેલ્લા 10 બૉલમાં ત્રણ વિકેટ ગુમાવી હતી, પરંતુ એટલા બૉલમાં 21 રન બનાવીને 6/149ના સન્માનજનક સ્કોર સાથે દાવ પૂરો કર્યો હતો. શેફાલી વર્મા (Shafali Verma)ની હાફ સેન્ચુરી બાદ હરમનપ્રીત કૌર, રિચા ઘોષ અને દીપ્તિ શર્માએ પણ થોડી ફટકાબાજી કરી હતી.
નિગાર સુલતાનાની બૅટર્સે હવે 150 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં ભારતની અસરદાર બોલિંગ સામે આકરી કસોટી આપવી પડશે. ભારત ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને આ વખતે પણ ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે.
Bangladesh gave her two chances. Shafali is making them count. 💥
— Sony Sports Network (@SonySportsNetwk) September 10, 2026
Watch #INDvBAN in the #DPWorldWomensAsiaCup2026 Semi-Final LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #NotAGentlemansGame pic.twitter.com/mc4LB0R9Pd
ભારતની ઇનિંગ્સમાં ઓપનર શેફાલી વર્મા (64 રન, 40 બૉલ, ત્રણ છગ્ગા, સાત ચોગ્ગા) સ્ટાર-બૅટર હતી. જોકે દાવના અંતિમ તબક્કામાં કૅપ્ટન હરમનપ્રીત કૌર (24 અણનમ, 28 બૉલ, બે છગ્ગા) સાથે નાની ભાગીદારીઓ કરનાર વિકેટકીપર રિચા ઘોષ (21 રન, 16 બૉલ, બે છગ્ગા) તથા ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા (13 રન, છ બૉલ, એક છગ્ગો, એક ચોગ્ગો)એ પણ ફટકાબાજી કરીને બાંગ્લાદેશની બોલર્સની મહેનત પર થોડું પાણી ફેરવ્યું હતું. શેફાલી અને 20 રન બનાવનાર પ્રતીકા રાવલ વચ્ચે 50 રનની ભાગીદારી થઈ હતી.
એક તબક્કે ભારતનો સ્કોર બે વિકેટે 92 રન હતો, પરંતુ 20મી ઓવર સુધીમાં ભારતે 57 રનમાં કુલ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. સુલતાના ખાતુન નામની સ્પિનરે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.