Thu Oct 08 2026

Logo
IPL 2026:

આરસીબીના કોચ એન્ડી ફ્લાવરને કેમ કહેવાયા ‘લૂઈસ એનરિક’? જાણો જીતનું સિક્રેટ

2026-06-01 19:19:35
Author: Mumbai Samachar Team
આરસીબીના કોચ એન્ડી ફ્લાવરને કેમ કહેવાયા ‘લૂઈસ એનરિક’? જાણો જીતનું સિક્રેટ

અમદાવાદઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)ને સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીતવામાં મદદ કરવા બદલ વિરાટ કોહલી, રજત પાટીદાર અને ભુવનેશ્વર કુમારની પ્રશંસા થઈ રહી છે. પરંતુ તેમની વચ્ચે એક બીજો વ્યક્તિ પણ છે જેની ખૂબ ઓછા લોકો પ્રશંસા કરી રહ્યા છે. આ વ્યક્તિનું નામ એન્ડી ફ્લાવર છે. 

આરસીબીના મુખ્ય કોચ ફ્લાવરે આરસીબીમાં એ રીતે ફેરફાર કર્યા જેવા લુઇસ હેનરિકે ફૂટબોલ ટીમ પેરિસ સેન્ટ-જર્મન (પીએસજી) ને વિજેતા ટીમમાં ફેરવીને કર્યા હતા.

ઓગસ્ટ 2023 જ્યારે ફ્લાવરને મુખ્ય કોચ બનાવાયા ત્યારે આરસીબીએ એક પણ વખત ટ્રોફી જીતી નહોતી. તેમણે સમજદારીપૂર્વક કામ કર્યું અને હવે આરસીબી 2025 અને 2026માં ચેમ્પિયન છે. 

પીએસજીની જેમ આરસીબી પાસે પણ સ્ટાર ખેલાડીઓ હતા પરંતુ તે ચેમ્પિયન બની શક્યું નહીં. વિરાટ કોહલી ઉપરાંત તેની પાસે ડિવિલિયર્સ, ક્રિસ ગેઈલ, ડેલ સ્ટેઈન, શેન વોટ્સન જેવા તેજસ્વી ખેલાડીઓ પણ હતા, છતાં તે ટાઈટલ જીતી શક્યું નહીં.

ફ્લાવર પોતાની સાથે અનુભવનો ભંડાર લાવ્યા. તેમણે 2005માં ઇંગ્લેન્ડની એશિઝ જીત, 2012માં ભારતમાં ટેસ્ટ શ્રેણીમાં જીત અને 2010ના ટી-20 વર્લ્ડ કપમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

ફ્લાવરે આરસીબીની બોલિંગને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કેપ્ટન પાટીદારે ફ્લાવરની અનુભવી સ્ટાર્સ અને ઉભરતી પ્રતિભા બંને સાથે અસરકારક રીતે કામ કરવાની ક્ષમતાની પ્રશંસા કરી હતી.

પાટીદારે કહ્યું, "મને લાગે છે કે તે શ્રેષ્ઠ કોચમાંથી એક છે. તે ફક્ત પ્લેઇંગ ઇલેવનના ખેલાડીઓ સાથે જ નહીં, પણ એવા ખેલાડીઓ સાથે પણ ઘણો સમય વિતાવે છે જે રમતા નથી અથવા ટીમમાં નવા છે. મારી પાસે શબ્દો નથી, પણ તે અત્યાર સુધીના શ્રેષ્ઠ કોચ છે."