Fri Apr 17 2026

Logo

ખાર્ગ ટાપુ પર કબજો, ટાર્ગેટેડ રેઇડ! ઈરાન પર ભૂમિ આક્રમણ માટે યુએસની યોજના

Washington DC   2026-03-29 12:30:00
Author: Savan Zalariya
Article Image

વોશીંગ્ટન ડીસી: પશ્ચિમ એશિયામાં સશસ્ત્ર સંઘર્ષ વધુ વિકટ બની શકે છે, યુએસ કોઈ પણ સમયે ઈરાન પર જમીન પર કાર્યવાહી શરુ કરી શકે છે. યુએસ મધ્યપૂર્વમાં સૌનિક જમાવડો વધારી રહ્યું છે, પેન્ટાગોને હમલાની યોજના પણ બનાવી લીધી છે, હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. 
અહેવાલ મુજબ યુએસ ઈરાન પર જમીન માર્ગે સંપૂર્ણ આક્રમણ નહીં કરે, પણ ચોક્કસ ટાર્ગેટેડ હુમલા કરશે.  સ્પેશિયલ ઓપરેશન્સ ફોર્સીસ દ્વારા ફાસ્ટ રેડ કરવામાં આવશે. લાંબા ગાળાના સુધી સંઘર્ષમાં ફસાયા વગર ઈરાનનાં લશ્કરી માળખાને તોડી પાડવા માટે આવા હુમલા કરવામાં આવી શકે છે. 

કેટલાક જાણકારોના મત મુજબ બે અઠવાડિયા સુધી અભિયાન ચલાવવામાં આવી શકે છે, તો કેટલાક જાણકારોનું માનવું છે કે બે મહિના સુધી કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ ઈરાનની મિસાઇલ લોન્ચ સાઇટ્સ, એર ડિફેન્સ સિસ્ટમ અને શિપિંગ લેનને જોખમરૂપ દરિયાકાંઠે આવેલા ઈરાનના મથકોને નિશાન બનાવવામાં આવી શકે છે. 

ખાર્ગ ટાપુ પર કબજો કરવાની યોજના:
અહેવાલ મુજબ યુએસ આર્મી પર્સિયન ગલ્ફમાં આવેલા ઈરાનના ખાર્ગ ટાપુ પર કબજો કરવા માટે ઓપરેશન હાથ ધરી શકે છે. ખાર્ગ ટાપુ ઈરાનનું મહત્વની ઓઈલ એક્ષ્પોર્ટ સેન્ટર છે. આ ટાપુ પર કમર્શિયલ અને મિલીટરી જહાજોને નિશાન બનાવી શકે તેવા શસ્ત્રો પણ તૈનાત કરવામાં આવ્યા છે, જેની મદદથી ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર હુમલા કરી શકે છે. 

યુએસ સેના સામે જોખમ:
ઈરાન પણ યુએસના સંભવિત ભૂમિ આક્રમણ સામે તૈયારી કરી રહ્યું છે. યુએસ સેનાને ઈરાનનાં ડ્રોન, મિસાઇલો, ફાયરીંગ અને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્ષ્પ્લોઝીવ્સના જોખમોનો સામનો કરવો પડશે. ખાસ કરીને ખાર્ગ ટાપુ પર ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દૃઢ ડિફેન્સ સિસ્ટમ સ્થાપિત કરી છે.