Thu Oct 08 2026

Logo
IPL 2026:

અમેરિકા અને ઈરાન વચ્ચે  લંબાઈ શકે છે 60 દિવસનો યુદ્ધવિરામ

Washington DC   2026-05-29 21:52:00
Author: Chandrakant Kanoja
અમેરિકા અને ઈરાન વચ્ચે  લંબાઈ શકે છે 60 દિવસનો યુદ્ધવિરામ

 વોશિંગ્ટન: અમેરિકન અને ઈરાન  યુદ્ધવિરામને 60 દિવસ સુધી લંબાવાઇ શકે છે. તેમજ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે પણ વાટાઘાટો કરવામાં આવી શકે છે.આ માહિતી  અમેરિકન અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે હજુ પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે. 

ઇરાને કુવૈત પર હુમલો કર્યો 

આ દરમિયાન, અમેરિકન સૈન્યએ જણાવ્યું હતું કે કુવૈતે બુધવારે મોડી રાત્રે ઇરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને તોડી પાડી હતી.જેમાં પર્સિયન ગલ્ફમાં અમેરિકાના મુખ્ય સાથીઓમાંથી એક પર ઇરાની હુમલાને  યુદ્ધવિરામનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું હતું. કુવૈત પરનો હુમલો ગયા મહિને અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામને જોખમ મૂકે છે.

અમેરિકાના હુમલાના જવાબમાં ઇરાને હુમલો કર્યો 

આ દરમિયાન, ઈરાને જણાવ્યું હતું કે તેણે આ અઠવાડિયાની શરૂઆતમાં ખાડી  દેશમાં અમેરિકન બેઝ પર હુમલો  બદલો લેવા માટે કર્યો હતો. ઈરાને આ હુમલો અમેરિકા દ્વારા ઈરાનની મિસાઇલ લોન્ચ સાઇટ્સ, માઇન્સ અને બોટ પર ડ્રોન પર હુમલો કર્યા બાદ  કર્યો હતો. અમેરિકાએ જણાવ્યું હતું કે  લોન્ચ સાઈટસ  હોર્મુઝ સ્ટ્રેટ નજીક ખતરો ઉભો કરી રહી હતી.