Mon Oct 05 2026

Logo
Todays horoscope

આજનું રાશિફળ (04-09-2026): સિંહ અને મકર રાશિને મળશે સારા સમાચાર તો ચાર રાશિના જાતકોને થશે ધનલાભ, જોઈ લો તમારા માટે કેવો રહેશે દિવસ?

2026-09-04 00:01:00
Author: Darshana Visaria
આજનું રાશિફળ (04-09-2026): સિંહ અને મકર રાશિને મળશે સારા સમાચાર તો ચાર રાશિના જાતકોને થશે ધનલાભ, જોઈ લો તમારા માટે કેવો રહેશે દિવસ?

મેષઃ

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે નવી ઊર્જા અને ઉત્સાહ લઈને આવશે. કાર્યક્ષેત્રમાં તમારા નેતૃત્વની પ્રશંસા થશે અને લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. આર્થિક દૃષ્ટિએ નવી યોજનાઓમાં રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ છે. પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે તેમજ ભાઈ-બહેનોનો પૂરો સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે અને પરસ્પર વિશ્વાસ વધશે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, છતાં વધુ પડતા માનસિક શ્રમથી બચવું. વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી અને વાણીમાં સંયમ રાખવો જરૂરી છે. ઘર-પરિવારમાં આજે હસી-ખુશીનો માહોલ રહેશે. 

વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધનલાભ કરાવનારો રહેશે. નાણાકીય બાબતો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. વ્યવસાયમાં જૂના રોકાણમાંથી સારો નફો મળવાની શક્યતા રહેશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિનો માહોલ રહેશે અને ઘરના વડીલોનું માર્ગદર્શન મળશે. નોકરી કરતા જાતકોને ઉપરી અધિકારીઓ તરફથી પ્રોત્સાહન પ્રાપ્ત થશે. જમીન કે મકાનને લગતા નિર્ણયો લેવા માટે સમય સાનુકૂળ છે. જીવનસાથી સાથે કોઈ નવી યોજના પર વિચાર-વિમર્શ થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મોસમી બીમારીઓથી સાવચેત રહેવાની જરૂર છે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. 

મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ મધ્યમ પરિણામદાયી રહેશે. આજે તમે તમારી વાતચીત અને બૌદ્ધિક ક્ષમતાના દમ પર કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિઓને સરળ બનાવી શકશો. સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે અને નવા લોકો સાથે ફાયદાકારક સંપર્ક થશે. વેપારમાં નવી ભાગીદારી શરૂ કરવા માટે આજનો દિવસ સારો જણાય છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો અનુકૂળ સમય છે. બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવો જેથી ભવિષ્યમાં આર્થિક ખેંચ ન પડે. મિત્રો સાથે ટૂંકા પ્રવાસનું આયોજન થઈ શકે છે. માનસિક શાંતિ માટે થોડો સમય ધ્યાન કે યોગમાં વિતાવવો હિતાવહ છે.

કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચવાનો રહેશે. આજે ભાવનાત્મક રીતે સંતુલન જાળવી રાખવું તમારા માટે સૌથી વધુ જરૂરી બનશે. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ થોડું વધી શકે છે, પરંતુ તમારી મહેનત રંગ લાવશે. પરિવારના સભ્યો સાથે મતભેદ ટાળવા માટે શાંતિથી સંવાદ સાધવો. આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી અને ઉધાર આપવાનું ટાળવું. ઘરની જરૂરિયાતો પાછળ ખર્ચ થવાની સંભાવના રહેલી છે. જીવનસાથીની લાગણીઓનું સન્માન કરશો તો સંબંધો વધુ ગાઢ બનશે. પેટ સંબંધિત તકલીફો ન થાય તે માટે બહારના ખોરાકથી દૂર રહેવું.

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આત્મવિશ્વાસમાં અસાધારણ વધારો જોવા મળશે, જે તમને નવા નિર્ણયો લેવામાં મદદ કરશે. સરકારી કે વહીવટી કાર્યોમાં આવી રહેલી અડચણો દૂર થતી જણાશે. વેપારમાં નવી તકો સામે આવશે અને આવકના સ્ત્રોત વધશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં સારો એવો વધારો થશે. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. અહંકારથી દૂર રહીને સાથી કર્મચારીઓ સાથે સારો તાલમેલ જાળવવો. સાંજના સમયે પરિવાર સાથે આનંદપ્રમોદમાં સમય પસાર થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ ઉત્કૃષ્ટ રહેશે. 

કન્યાઃ 

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સમાજસેવાના કાર્યો સાથે જોડાઈને નામ કમાવવાનો રહેશે. તમારી કાર્યક્ષમતા અને ઝીણવટભરી દ્રષ્ટિને કારણે જટિલ કામો પણ સરળતાથી પૂરા થશે. નોકરીમાં સહકર્મીઓ તરફથી અપેક્ષિત સહયોગ મળશે અને નવી જવાબદારી સોંપાઈ શકે છે. બજેટ બનાવીને ચાલશો તો આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે. કાયદાકીય કે કોર્ટ-કચેરીના મામલાઓમાં રાહત મળવાના સંકેત છે. વિદ્યાર્થી વર્ગને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની સારી શક્યતાઓ છે. આહાર પર વિશેષ ધ્યાન આપવું અને પૂરતી ઊંઘ લેવી. જૂના મિત્રો સાથે મુલાકાત થતાં જૂની યાદો તાજી થશે.

તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સુખદ અને સંતુલિત પરિણામો આપનારો રહેશે. ભાગીદારીના વ્યવસાયમાં સારો તાલમેલ રહેશે અને નફામાં વધારો થશે. કલા, સંગીત કે સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળી શકે છે. દાંપત્યજીવનમાં રોમાંસ અને પરસ્પર સમજણ વધશે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લેશો જેનાથી તમારું નેટવર્ક વિસ્તરશે. અણધાર્યા ખર્ચાઓ સામે આવી શકે છે, માટે આર્થિક આયોજન મજબૂત રાખવું. માનસિક પ્રસન્નતા જળવાઈ રહેશે અને દિવસ ઉત્સાહપૂર્વક પસાર થશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમને કોઈ કામમાં સફળતા મળશે. 

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સફળતા અને સકારાત્મક્તા લઈને આવશે. તમારો દ્રઢ સંકલ્પ અને ઊર્જા તમને મુશ્કેલ લક્ષ્યો સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. ગુપ્ત શત્રુઓ કે વિરોધીઓ સક્રિય થઈ શકે છે, તેથી તમારી યોજનાઓ ગુપ્ત રાખવી. આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે, પરંતુ અગાઉ કરેલું રોકાણ સુરક્ષિત રહેશે. આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ રુચિ વધશે, જેનાથી આંતરિક શાંતિ મળશે. પારિવારિક જવાબદારીઓને પ્રાથમિકતા આપવી જરૂરી બનશે. પ્રેમ સંબંધોમાં શંકા-કુશંકાથી દૂર રહેવું હિતાવહ છે. નિયમિત વ્યાયામથી સ્વાસ્થ્ય સારું રહેશે. ભાઈ-બહેનના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. 

ધનઃ

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પરિણામો લઈને આવશે. આજે આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળવાથી તમારા મોટાભાગના કાર્યો સરળતાથી પૂરા થતાં જણાશે. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ માટે દિવસ વિશેષ ફળદાયી રહેશે. વેપારના વિસ્તરણ માટે નવી યોજનાઓ અમલમાં મૂકવાનો આ શ્રેષ્ઠ સમય છે. ધાર્મિક યાત્રા કે પર્યટનનું આયોજન થઈ શકે છે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી જીવનમાં નવી દિશા મળશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા માર્ગો ખુલશે. સકારાત્મક વલણ જાળવી રાખવાથી માનસિક તાણ દૂર રહેશે. 

મકરઃ

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવશે. નોકરી કરી રહેલાં જાતકોની કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને સમર્પણની ઉપરી અધિકારીઓ દ્વારા કદર કરવામાં આવશે. કામના વધુ પડતા બોજને કારણે થોડો થાક અનુભવાય, પરંતુ પરિણામ ઉત્સાહવર્ધક રહેશે. મિલકત કે વારસાગત બાબતોમાં ચાલી રહેલા વિવાદોનો ઉકેલ આવી શકે છે. નાણાકીય નિર્ણયો સમજી-વિચારીને લેવા, અજાણ્યા સ્ત્રોતો પર વિશ્વાસ ન કરવો. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી સંબંધોમાં નવી તાજગી આવશે. હાડકા કે સાંધાના દુખાવાની તકલીફ હોય તો બેદરકારી ન રાખવી.

કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે તમે જો નવા વિચારો અને આધુનિક દ્રષ્ટિકોણ સાથે કોઈ પણ કામમાં આગળ વધવાથી સફળતા ઝડપથી મળશે. સામાજિક તેમજ વ્યાવસાયિક વર્તુળમાં નવા અને પ્રભાવશાળી સંપર્કો બનશે. વેપારમાં અચાનક મોટો ઓર્ડર કે લાભ મળવાની સંભાવના રહેલી છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા રહેશે અને ઘરનું વાતાવરણ ખુશનુમા બનશે. મિત્રો સાથે મળીને કોઈ નવું સ્ટાર્ટઅપ કે પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી શકો છો. આળસ છોડીને સમયનો સદુપયોગ કરવો તમારા હિતમાં રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

મીનઃ

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આંતરિક શાંતિ અને આત્મચિંતન માટે ઉત્તમ સાબિત થશે. કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાના બળે તમે કાર્યક્ષેત્રમાં અનોખી ઓળખ બનાવી શકશો. વિદેશ સંબંધિત કાર્યો અથવા દૂરના સ્થળોથી સારો આર્થિક લાભ થવાની શક્યતા છે. અગાઉ કોઈને ઉછીના આપેલા નાણાં પાછા મળવાથી આર્થિક બોજ હળવો થશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગની રૂપરેખા તૈયાર થઈ શકે છે. માનસિક તાણથી બચવા માટે પ્રકૃતિના સાનિધ્યમાં સમય વિતાવવો. ઈશ્વરભક્તિમાં મન લગાવવાથી સકારાત્મકતા વધશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે, નહીંતર કોઈ મોટી મુશ્કેલી સતાવી શકે છે.