Thu Oct 08 2026

Logo

થાણેમાં નાગરિકોને પાણી ઉકાળીને ગાળીને પીવાની પાલિકાની સલાહ

2026-07-10 18:57:44
Author: Sapna Desai
થાણેમાં નાગરિકોને પાણી ઉકાળીને ગાળીને પીવાની પાલિકાની સલાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી, પીવાના પાણી દ્વારા ફેલાતા પાણીજન્ય રોગોનું જોખમ વધવાની શક્યતા છે. સાવચેતીના પગલા તરીકે, થાણે પાલિકા પ્રશાસન દ્વારા નાગરિકોને પીવાના પાણીને ઉકાળીને ફિલ્ટર કરવાની અપીલ કરવામાં આવી છે.

ચોમાસા દરમ્યાન પાણીજન્ય રોગો ફેલાવાની શક્યતા હોય છે, તેથી નાગરિકોએ તેમની બિલ્ડિંગની તથા મકાનોમાં રહેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીઓ નિયમિતપણે સાફ કરવાની રહેશે. પાણીની ટાંકીઓની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવાની પણ અપીલ કરવામાં આવી છે. આરોગ્યની દ્રષ્ટિએ સાવચેતીના પગલા તરીકે, ઘરગથ્થુ ઉપયોગ અને પીવા માટે વપરાતું પાણી ઉકાળીને ફિલ્ટર કરીને તેનો ઉપયોગ કરવાથી પાણીજન્ય રોગો ફેલાતા અટકશે એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે.