Sat Apr 25 2026

Logo

25,000થી વધુ રન કરનારા ક્રિકેટરે અચાનક નિવૃતિ લીધી, ભૂલ માત્ર આટલી હતી...

2026-04-24 20:35:41
Author: Mumbai Samachar Team
Article Image

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ચાલી રહી છે ત્યારે ભારત સહિતના મોટા ભાગના ક્રિકેટર અત્યારે આઈપીએલમાં વ્યસ્ત છે. એની વચ્ચે એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. ઇંગ્લેન્ડના જાણીતા અને અનુભવી ક્રિકેટર સમિત પટેલે કાઉન્ટી ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. આ એમનો નિર્ણય એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઈગ્લેન્ડના ડૉમેસ્ટિક ક્રિકેટ રમવા પર પ્રતિબંધ જાહેર કરી દીધો હતો. પટેલ પર આ પ્રકારનું એક્શન ઈગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે લીધું છે. કારણ કે તેણે આ વર્ષે ભારતના ગોવામાં આયોજિત અનધિકૃત વર્લ્ડ લિજેન્ડ્સ પ્રો ટી20 લીગમાં ભાગ લીધો હતો. 

માન્યતા આપવામાં આવી નહોતી

આ લીગને ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા માન્યતા આપવામાં આવી નથી, નિયમો અનુસાર, આવી ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓને સ્થાનિક સ્તરે પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. 41 વર્ષીય પટેલે 2008થી 2015 દરમિયાન ઈંગ્લેન્ડ માટે કુલ 60 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જોકે ડૉમેસ્ટિક ક્રિકેટમાં તેનો રેકોર્ડ ખરેખર અસાધારણ હતો, કારણ કે તેણે 957 વિકેટ લીધી હતી અને 25,973 રન પણ બનાવ્યા હતા. પટેલે તેમની કારકિર્દીનો નોંધપાત્ર સમય નોટિંગહામશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથે વિતાવ્યો, જ્યાં તેઓ 22 વર્ષ સુધી રમ્યા. ત્યારબાદ, 2024 માં તેમણે ડર્બીશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથે બે વર્ષનો વ્હાઇટ-બોલનો કરાર કર્યો હતો.

ખબર હોત તો લીગમાં ભાગ જ ન લેત

આગામી T20 બ્લાસ્ટ સીઝન માટે તેમનો કરાર ન હોવા છતાં, તેમણે સંકેત આપ્યો હતો કે તેઓ વધુ એક વર્ષ માટે કાઉન્ટી ક્રિકેટ રમવા માંગે છે. પ્રતિબંધ બાદ, આ શક્યતા ખતમ થઈ ગઈ. ક્રિકેટર પટેલે જણાવ્યું કે, જો તેમને પ્રતિબંધની શક્યતા વિશે પહેલાથી જ ખબર હોત, તો તેઓ લીગમાં ભાગ ન લેતા. તેમણે સ્વીકાર્યું કે ખરેખર તેમાં અનિશ્ચિતતા શામેલ છે, પરંતુ હવે તેના વિશે કંઈ થઈ શકે એમ નથી. પટેલે ખુલાસો કર્યો કે, તેઓ આ સીઝનમાં રમવા અંગે ઘણી કાઉન્ટીઓ સાથે સંપર્કમાં હતા. છેલ્લી ઘડીએ કરાર મેળવવાની આશા રાખતા હતા. જોકે, ECBના નિર્ણય બાદ હવે ઈંગ્લેન્ડમાં રમવું અશક્ય બની ગયું.

ખૂબ સારો રેકોર્ડ રહ્યો

ક્રિકેટર પટેલ T20 ઈતિહાસમાં સૌથી સુસંગત ખેલાડીઓમાંના એક રહ્યા છે, જેમણે 2003થી દરેક સીઝનમાં ભાગ લીધો છે. આ પહેલાની સીઝનમાં 213 રન બનાવ્યા અને ડર્બીશાયર માટે 13 વિકેટો લીધી. તેઓ 'ધ હન્ડ્રેડ'માં નોર્ધન સુપરચાર્જર્સ માટે રમ્યા હતા. આમ, એક ભવ્ય અને લાંબી કારકિર્દીનો અચાનક અંત આવ્યો, કારણ કે એક નિર્ણયે તેની ક્રિકેટ સફર પર રોક લગાવી દીધી. હવે આગામી સમયમાં તે શું કરશે એ અંગે કોઈ પ્રકારની વિગત જાહેર કરી નથી.