નાસિકઃ મહારાષ્ટ્રના નાસિકમાં યોજાનારા આગામી ભવ્ય સિંહસ્થ કુંભમેળાના આયોજન અને વિકાસકાર્યોને ઝડપથી પૂર્ણ કરવા માટે વહીવટીતંત્રે એક મોટો નિર્ણય લીધો છે. 12 જ્યોતિર્લિંગો પૈકીના એક એવા સુપ્રસિદ્ધ શ્રી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરને શ્રદ્ધાળુઓના દર્શન માટે આગામી બે મહિના સુધી બંધ રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
નાસિકના પાલક પ્રધાન ગિરીશ મહાજને વિકાસકાર્યોની સમીક્ષા કર્યા બાદ વહીવટીતંત્રને આ અંગે જરૂરી સૂચનાઓ આપી છે. પિતૃપક્ષ પૂર્ણ થયા બાદ અને નવરાત્રિના સમયગાળા દરમિયાન આ નિર્ણય અમલમાં આવી શકે છે.
સિંહસ્થ કુંભમેળાનું સત્તાવાર ધ્વજારોહણ 31મી ઓક્ટોબરના રોજ યોજાવાનું છે. આ પૂર્વે ત્ર્યંબકેશ્વર પરિસરમાં નવા દર્શન પથનું નિર્માણ, આંતરિક રસ્તાઓનું સીસી રોડમાં રૂપાંતરણ, કુશાવર્ત કુંડ સહિત પ્રાચીન તીર્થો અને મંદિરોનો જીર્ણોદ્ધાર, નવા ઘાટોનું નિર્માણ, ફ્લોરિંગ બદલવા તેમજ ગોદાવરી નદીને અવિરત વહેતી કરવા જેવી અનેક પરિયોજનાઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
सिंहस्थ कुंभमेळ्यातील संभाव्य मोठ्या भाविकांच्या गर्दीच्या पार्श्वभूमीवर वाहतूक, आरोग्य, स्वच्छता आणि आपत्ती व्यवस्थापनासाठी नाशिकसह संलग्न जिल्ह्यांमध्ये प्रभावी समन्वयावर भर देण्यात आला. नाशिकमध्ये ८ ते १० कोटी आणि त्र्यंबकेश्वरमध्ये सुमारे ४ कोटी भाविक येण्याचा अंदाज लक्षात घेऊन वाहतूक नियंत्रण, शटल सेवा, आवश्यक सुविधा आणि आपत्कालीन व्यवस्थापनाचे नियोजन अधिक बळकट करण्यात येत आहे. #simhasthamahakumbh #nashik #nashiknews #nashikkumbhmela
— Nashik Trimbakeshwar Kumbh Mela Authority (@NTKMA_official) September 9, 2026
દર્શન પથ બનાવવા માટે આસપાસની જૂની સરકારી ઈમારતો તોડી પાડવામાં આવી રહી છે. પિતૃપક્ષ બાદ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે અને આ સમયગાળામાં મંદિરમાં ભાવિકોની ભીડ વધી જાય છે. ભીડ વધી જવાને કારણે કામમાં અવરોધ ઊભો થાય છે અને સ્થાનિકોને પણ હાલાકિનો સામનો કરવો પડે છે.
ધ્વજારોહણ પહેલાં કામ પૂર્ણ કરવા માટે અગાઉ કુશાવર્ત કુંડ પરિસર પણ શ્રદ્ધાળુઓ માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું. હવે મંદિર પરિસરની કામગીરી સુચારુ રૂપે પૂર્ણ કરવા માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાઈ રહ્યો છે.