Thu Oct 08 2026

Logo

નાશિક ફેક્ટરી આગમાં બે જખમી

2026-07-21 18:34:35
Author: Sapna Desai
નાશિક ફેક્ટરી આગમાં બે જખમી

મુંબઈ: નાશિક જિલ્લાના દિંડોરી તાલુકના રાસેગાંવમાં આવેલી એક ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં બે લોકો જખમી થયા હતા.

દિંડોરીના તહેસીલદાર મુકેશ કાંબળેના જણાવ્યાં મુજબ સવારના ૧૧ વાગે સ્પેક્ટ્રમ એથર્સના પ્લાન્ટમાં આગ લાગી હતી, જેમાં બે જખમી થયા હતા.

પ્લાન્ટના હેડ આર.એસ. ચૌધરીના જણાવ્યા મુજબ કેમિકલ ભરેલા ડ્રમમાં પ્રેશરને કારણે તૂટી ગયા હતા અને આગ ફાટી નીકળી હતી. આગ જોકે ૧૫થી ૨૦ મિનિટમાં નિયંત્રણમાં લાવવામાં આવી હતી. (પીટીઆઈ)