Fri Oct 02 2026

Logo

મારો એકરાર... મારા વચનને બનાવીશ પુણ્ય વચન!

2026-09-09 12:05:00
Author: Mumbai Samachar Team
મારો એકરાર... મારા વચનને બનાવીશ પુણ્ય વચન!

નમ્ર-વાણી વ્યાખ્યાન માળા - રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં માત્ર પ્રભુના વચનોનું શ્રવણ ન કરવાનું હોય પણ આપણા વચનોને પણ પુણ્ય વચન બનાવવાના હોય.

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ભૂલોનો એકરાર કરી, સ્વયંનેchange કરવા માટે હોય છે.

માનવ મનની માનસિક્તા હોય છે કે, તેઓ સાંભળે ઓછું અને સંભળાવે વધારે અને જ્યારે સંભળાવે ત્યારે તેનાં વચનો યા તો કોઈને hurt કરે એવા હોય યા કોઈને heal  કરે એવા હોય.

Check  કરો, તમારી self ને...

તમારાં વચનો શણગારે એવાં છે કે સળગાવે એવાં છે? શું તમે ક્યારેય પ્રભુનાં વચનોને, પ્રભુના ભાવોને સમજવાનો પ્રયત્ન કર્યો છે? સ્વયંનાં વચનોને પ્રભુનાં વચનો જેવાં બનાવવાનો પ્રયત્ન કર્યો છે?

આજે પ્રભુ સમક્ષ એકરાર કરો, પ્રભુ! આ મારી ભૂલ છે!

ભૂલનો એકરાર કરવાથી, ભૂલ યિાયફિં થતી નથી.

મનુષ્ય સૌથી વધારે પાપકર્મ મનથી કરે છે અને મન પછી સૌથી વધારે પાપકર્મ, દ્વેષ, ભૂલ, અને દોષોનું સેવન કરે છે, વચનથી! 

યાદ કરો,

તમારા જ શબ્દો ક્યારેક કોઈને શણગારે એવા હશે અને ક્યારેક કોઈને સળગાવે એવા હશે. આજે એક-એક વચનોને યાદ કરી, એકરાર કરી લ્યો, વચનની શુદ્ધિ કરી લ્યો, વચનનું પ્રતિક્રમણ કરી લ્યો. પ્રભુ સાથે એકાકાર થવા માટેનો આ એક શ્રેષ્ઠ ઉપાય છે. મારા પ્રભુના વચન કોઈના heart ને hurt કરે એવા ન હોય, તો મારા વચન કેમ કોઈને hurt કરે એવા હોય?

સામે બોલાયેલા શબ્દો માટે તો તમે સહજતાથી sorry કે મિચ્છામિ દુક્કડમ્ કરી લ્યો છો. અપમાન, આક્રોશ, આવેગ અને ક્રોધમાં બોલાયેલાં શબ્દોની તો માફી માગી લ્યો છો, પણ વ્યક્તિ સામે ન હોય ત્યારે એમના માટે બોલાયેલાં શબ્દોની, એમની કરેલી ટીકાની, એમની કરેલી નિંદાની ક્યારેય માફી માગી છે? એ ટીકા, નિંદા કે gossipનો ક્યારેય એકરાર કર્યો છે? ના! 

આજે પ્રભુ સમક્ષ એકરાર કરી લ્યો, ‘પ્રભુ! મારી ભૂલ છે!’

સામે બોલાયેલાં શબ્દોની ક્ષમાપના શ્રેષ્ઠ છે, પણ પાછળથી કરેલી ટીકા અને નિંદાના એકરારને પ્રભુએ સરળતા કહી છે.

જ્યાં સરળતા હોય, ત્યાં સત્વરે મોક્ષ હોય.

જ્યાં સરળતા હોય, ત્યાં સિદ્ધિ સહજ હોય.

ધર્મ પણ ત્યાં સ્થિર થાય છે, જેમનું હૃદય સરળ હોય! 

જે વ્યક્તિની ટીકા કરી છે, તે જ વ્યક્તિ પાસે જઈ, એમની માટે કરેલી ટીકાનો એકરાર કરવાથી એકવાર કદાચ તે વ્યક્તિ નારાજ થઈ જશે પણ પછી તેને તમારી સરળતા realise થઈ જશે.

એકવાર દિલ open કરી લેવાથી દિલથી દિલનું connection થઈ જાય છે અને દરેક પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે.

‘મારે કોઈની પીઠ પાછળ કોઈની નિંદા કરવી નથી, મારે સરળ બનવું છે.’

જેનું હૃદય સરળ હોય, તેને સર્વત્ર સન્માન મળે છે, તેની વાતનો સ્વીકાર થાય છે, તેના suggestions સ્વીકાર્ય થાય છે.

જ્યારે નિંદા અને ટીકા કરવાવાળાને સર્વત્ર જાકારો મળે છે, તેની વાત વચ્ચેથી કાપી નાખવામાં આવે છે, તેની સલાહ કોઈ માનતું નથી. 

ખોટું અને અસત્ય બોલાઈ ગયું હોય, એની તો આલોચના થઈ જાય પણ ક્યારેક સત્ય અને સારું બોલ્યાં હોઈએ એની પણ આલોચના કરવી જોઈએ, એનો પણ એકરાર કરવો જોઈએ.

ઘણા કહેતાં હોય કે, હું તો જેવું હોય એવું સાચું મોઢામોઢ કહી દઉં! જે સત્ય કડવું હોય, કઠોર હોય, દુ:ખદાયી હોય, વેદના આપનારું હોય, એનો પણ વિવેક રાખવો જોઈએ.

આવા પીડાકારી સત્ય વચનનો પણ એકરાર કરી, વચનની શુદ્ધિ કરવી જોઈએ.

આજે આ જગતમાં વચનને વ્યક્ત કરી શકે એવા જીવો વધારે છે કે વચનને વ્યક્ત ન કરી શકે એવા જીવો વધારે છે?

શા માટે?

કેમ કે, જ્યારે વચન વ્યક્ત કરી શકે એવો ભવ, એવો જન્મ મળ્યો હતો, ત્યારે વચન દ્વારા અનેકને વેદના આપી હતી. શણગારે એવા નહીં પણ સળગાવે એવા વચનો વ્યક્ત કર્યાં હતાં.

Check કરો...

તમારા વચનથી ભવિષ્યમાં તમને બોલવા મળે એવા વચન પુણ્ય બંધાય છે કે બોલવા ન મળે એવા વચન પાપ બંધાય છે?

Next ભવમાં તમે મત્થએણં વંદામિ, જય જિનેન્દ્ર અને શુભ થાઓ સકલ વિશ્વનું, બોલી શકશો?

તમારો એક શબ્દ તમારા ભવને સુધારી પણ શકે છે અને બગાડી પણ શકે છે.

સત્ય પણ કહેવું હોય તો bitter wayથી નહીં પણ better wayથી કહેવું જોઈએ.

જેમને સ્વયંનાં વચનો પર સંયમ નથી હોતો, તેઓના કર્મબંધન વધારે હોય છે.

કોઈને હાથમાં goldની gift આપવી હોય તો એક spoon ગરમ iquid gold ન અપાય પણ એનો coin  બનાવીને અપાય એમ કોઈને કંઈ કહેવું હોય તો એના કાનમાં કડવાં અને કર્કશ વચનો ન રેડાય, એને શણગારીને, ભાષાને સજાવીને અપાય.

Next ભવમાં મૌન ન રહેવું પડે, એ માટે આજે આજ સુધી બોલાયેલાં દરેક અહિતકારી વચનોનો એકરાર કરી લ્યો અને તમારાં વચનોને પુણ્ય વચન બનાવવાનો સંકલ્પ કરી લ્યો. 

તમને ખબર છે, તમે એકવાર સાચા ભાવથી, હૃદયના અહોભાવથી ‘જય જિનેન્દ્ર’ બોલ્યાં એટલે અનંત જિનેન્દ્ર પરમાત્માનો જય જયકાર થઈ ગયો. તમે જ્યારે ‘જય જિનેન્દ્ર’ કહીને કોઈનું અભિવાદન કરો છો અને તે વ્યક્તિ પણ સામે ‘જય જિનેન્દ્ર’ કહે છે, ત્યારે તમારા વચન તો પુણ્ય વચન બની જાય છે પણ સામેવાળાને પણ તમે પુણ્યનો બંધ કરાવો છો.

તમારા વચન જ્યારે પુણ્ય વચન બને છે, ત્યારે ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ થાય છે, શ્રેષ્ઠની અને મંગલની પ્રાપ્તિ થાય છે.

એક દિવસ એક young ભાઈ આવ્યા અને કહે, ‘ગુરુદેવ! હું જ્યાં જાઉં છું, ત્યાં fail થાઉં છું, ત્યાં problems  આવે છે.’ 

મેં એને પૂછયું, ‘તમે જ્યાં જાવ છો, જેને મળો છો, પ્રથમ શું કહો છો?’ એણે કહ્યું, ‘હું "Hi' કહું છું.’

અમે પ્રેરણા આપી આજથી જ્યાં જાવ, જેમને મળો ‘જય જિનેન્દ્ર’ કહેજો. પુણ્ય શબ્દોથી શરૂઆત કરશો તો તમારી ફીફિ aura white યિં થઈ જશે, શુભ થઈ જશે અને જેમને મળશો એમની સાથે બધું positive અને સારું થઈ જશે.

ભગવાને નવ પ્રકારના પુણ્ય બતાવ્યાં છે, એમાં એક ‘વચન પુણ્ય’ બતાવ્યું છે.

માટે જ, આપણા દરેક વચન પુણ્યનો બંધ કરાવનારા હોવા જોઈએ અને સામેવાળાને પણ પુણ્ય બંધાવનારા હોવા જોઈએ. કેમ કે, આપણા વચન આપણા ભવિષ્યનું સર્જન કરનારા હોય છે.

દુર્લભ એવા મનુષ્યભવમાં મળેલાં શ્રેષ્ઠ વચન યોગ દ્વારા તો પ્રભુના ગુણગ્રામ ગાવા જોઈએ અને સામેવાળી વ્યક્તિને શાતા અને સમાધિ પમાડવી જોઈએ.

શબ્દોથી થયેલી ભૂલનું પ્રાયશ્ર્ચિત પણ શબ્દથી જ થાય.

પ્રભુ પાસે એકરાર કરી, પ્રભુને વિનંતી કરવી જોઈએ કે, પ્રભુ! આ ભવ અને ભવોભવની વચનો દ્વારા થયેલી ભૂલોની માફી માગું છું. પ્રભુ! આપની સાક્ષીએ હૃદયના ભાવથી तस्स भंते, पडिक्कमामि, निंदामि, गरिहामि, अप्पाणं वोसिरामि!

પ્રભુ! જ્યાં સુધી મારો મોક્ષ ન થાય, ત્યાં સુધી વચન યોગ ન ગુમાવું એવી કૃપા કરજો! જો હું ‘મિચ્છામિ દુક્કડમ્’ બોલી નહીં શકું તો હું મારા પાપોને ધોઈશ કેવી રીતે? હું મારી ભૂલોને સુધારીશ કેવી રીતે? હું મારું પ્રાયશ્ર્ચિત કરીશ કેવી રીતે? અને તારી સાથે એકાકાર થઈશ કેવી રીતે?

જ્યારે તમારાં વચનોમાં નમ્રતા, મૃદુતા, ઋજુતા, વિનય અને વિવેક ભળે છે, ત્યારે તમારા વચન પુણ્ય વચન બની જાય છે.