Sat Apr 25 2026

Logo

બેંગ્લૂરુમાં કોહલી-નેહરા ગળે મળ્યા, જૂની યાદોં તાજી કરી

2026-04-24 22:09:59
Author: Ajay Motiwala
Article Image

IPL


બેંગ્લૂરુઃ શુક્રવારે અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઇપીએલ-2026ની 34મી મૅચ શરૂ થઈ એ પહેલાં એક એવો સીન જોવા મળ્યો જેણે અનેકના દિલ જીતી લીધા હતા. રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCb)ના બૅટ્સમૅન અને ગુજરાત ટાઇટન્સ (GT)ના હેડ-કોચ આશિષ નેહરાની જૂની દોસ્તીની ઝલક જોવા મળી હતી.

જાણીતી સ્પોર્ટ્સ ચૅનલે દ્વારા પ્રસારિત વીડિયોમાં જોવા મળ્યું કે બન્નેએ મૅચ પહેલાં ઘણી વાતચીત કરી હતી અને એકબીજાને ગળે મળ્યા હતા. આ વીડિયોમાં આ ઘટના માટે `દિલ્હીવાલે દિલ સે' કૅપ્શન આપવામાં આવી હતી.

કોહલી અને નેહરા મૂળ દિલ્હી ક્રિકેટના ખેલાડી હતા અને તેઓ ભારત વતી સાથે રમ્યા હતા. તેમણે આ મુલાકાત દરમ્યાન ઘણી જૂની વાતો તાજી કરી હતી. નેહરાએ 2018માં આરસીબીના બોલિંગ-કોચ બનીને કોચિંગની કરીઅર શરૂ કરી હતી. 2022માં ગુજરાતે પ્રથમ સીઝનમાં જ નેહરાના કોચિંગમાં ટાઇટલ જીતી લીધું હતું અને 2023માં આ જ ટીમને રનર-અપ બનાવી હતી.

કોહલી વર્તમાન ક્રિકેટનો સૌથી ફિટ ખેલાડી છે, જ્યારે નેહરાની છાપ ફૂટબૉલ-કોચ જેવી છે. તે આઇપીએલમાં લગભગ દરેક મૅચ દરમ્યાન બાઉન્ડરી લાઇનની બહાર ઊભો રહીને ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને સૂચના આપતો રહેતો હોય છે.