Thu Oct 08 2026

Logo

ઈરાને યુએસના બે ફાઈટર જેટ તોડી પાડ્યા બાદ વાટાઘાટોને અસર થશે? જાણો ટ્રમ્પે શું કહ્યું

Washington   2026-04-04 09:54:23
Author: Mumbai Samachar Team
ઈરાને યુએસના બે ફાઈટર જેટ તોડી પાડ્યા બાદ વાટાઘાટોને અસર થશે? જાણો ટ્રમ્પે શું કહ્યું

વોશિંગ્ટન ડી સી: ઈરાન સામેના સંઘર્ષમાં યુએસને મોટો ફટકો પડી રહ્યો છે, ગઈ કાલે શુક્રવારે એક જ દિવસમમાં ઈરાની સૈન્યએ યુએસના બે સૈન્ય વિમાનોને તોડી પડ્યા. જેને કારણે એવા અહેવાલો હતાં કે વાટાઘાટોના પ્રયાસો નબળા પડી શકે છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા અપાતા કહ્યું કે આ હુમલાથી વાટાઘાટોના પ્રયસો પર કોઈ અસર નહીં થાય.

અહેવાલ મુજબ શુક્રવારે યુએસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ઈરાનમાં એક F-15 અને એક A-10 વોર્થોગ વિમાન તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે પૂછવામાં આવ્યું કે શું વિમાનો તોડી પાડવાથી ઈરાન સાથે ચાલી રહેલી વાટાઘાટો પર અસર પડશે? ત્યારે ટ્રમ્પે કહ્યું, "ના, બિલકુલ નહીં. આપણે યુદ્ધના સમયમાં છીએ."

28 ફેબ્રુઆરીએ સંઘર્ષ બાદ આ પહેલી વાર બન્યું છે કે ઈરાને તેના ક્ષેત્રમ યુએસ જેટને સફળતાપૂર્વક તોડી પડ્યા છે, અગાઉ પણ ઈરાને કેટલાક યુએસ ફાઈટર જેટ તોડી પાડ્યા હતાં એ અન્ય ગલ્ફ દેશોના વિસ્તારમાં પડ્યા હતાં. 


એક પાયલોટ ગુમ:
અહેવાલ મુજબ, બંને વિમાનોના ત્રણ પાયલોટમાંથી બેને બચાવી લેવામાં આવ્યા છે. એક વિમાનો પાયલોટ ક્રેશ પહેલા નીકળવામાં સફળ થયો હતો, પણ તે હાલ ગુમ છે. આ ગુમ થયેલા પાયલોટ માટે બચાવ કામગીરી અંગે ટ્રમ્પે વધુ વિગતો આપી ન હતી. ટ્રમ્પે કહ્યું કે તેઓ મીડિયા કવરેજથી નાખુશ છે, કેમ કે તેનાથી પાયલોટને બચાવ પ્રયાસો પર નકારાત્મક અસર પડી શકે છે. 

ઈરાને યુએસ પર કટાક્ષ કર્યો:
ઈરાનના સંસદના સ્પીકર મોહમ્મદ બાકર કાલીબાફે X પર એક પોસ્ટ કરીને યુએસ પર કટાક્ષ કરી હતી. તેમણે લખ્યું ઈરાન વારંવાર વિજયનો દાવો કર્યા પછી, યુએસ 'શાસન પરિવર્તન' થી વાત પરથી તેના પાઇલટ્સને બચાવવા સુધી પહોંચી ગયું છે.