Fri Apr 17 2026

Logo

ઈરાને ઇઝરાયલ પર 4 બેલિસ્ટિક મિસાઇલો છોડી, 300 લોકો ઘાયલ...

tehran   2026-03-22 18:21:12
Author: Chandrakant Kanoja
Article Image

અમેરિકા -ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ અટકવાના હાલ કોઈ સંકેત નથી મળી રહ્યા છે. આ યુદ્ધને 23 દિવસ થયા છે. ત્યારે ઈરાન હવે ઇઝરાયલ પર હુમલા કરીને બદલો લઈ રહ્યું  છે. જેમાં ઈરાને આજે ઇઝરાયલ પર 4 બેલિસ્ટિક મિસાઇલો છોડી છે  જેમાં 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને  હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ચેતવણી પણ આપી છે. 

ઈરાન સતત ઈઝરાયલ પર હુમલો કરી રહ્યું છે. જેમાં આજે સવારે થયેલા હુમલા પૂર્વે  ઈરાને ગઈકાલે રાત્રે ઈઝરાયલના ડિમોના અને અરાદ શહેરો પર હુમલો કર્યો હતો. જ્યાં ઈઝરાયલનો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ  આવેલો છે. ઇઝરાયલ અને અમેરિકા સંયુક્ત પણે  ઇરાન પર હુમલો કરી રહ્યા છે.  જયારે ઇરાન પણ હુમલાઓનો જવાબ આપી રહ્યું છે.

ઈરાને ડિમોના શહેર પર બેલેસ્ટિક મિસાઈલ છોડી

શનિવારની સાંજે ઈરાને દક્ષિણ ઈઝરાયલના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ડિમોના શહેર પર બેલેસ્ટિક મિસાઈલ છોડીને ખળભળાટ મચાવી દીધો છે. આ હુમલાએ માત્ર સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો નથી ઉભા કર્યા, પરંતુ ભારત માટે પણ ચિંતા વધારી છે, કારણ કે આ શહેર તેની મોટી ભારતીય વસ્તીને કારણે 'લિટલ ઈન્ડિયા' તરીકે ઓળખાય છે. યુદ્ધના આ નવા વળાંકે સમગ્ર વિશ્વની નજર ફરી એકવાર મધ્ય પૂર્વ તરફ ખેંચી છે.

અમેરિકાએ ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરવાની ચેતવણી આપી 

ઈરાન તરફથી વધી રહેલા હુમલાઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે નહીં, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે.