Thu Oct 08 2026

Logo

ભારતના દિગ્ગજ રેલી ડ્રાઇવર હરિ સિંહ માલદીવમાં ગુમ, શોધખોળ શરુ...

Maldives   2026-03-21 21:46:05
Author: Chandrakant Kanoja
ભારતના દિગ્ગજ રેલી ડ્રાઇવર હરિ સિંહ માલદીવમાં ગુમ, શોધખોળ શરુ...

Indian Rally Legend Hari Singh


માલદીવ : ભારતના દિગ્ગજ  રેલી ડ્રાઇવર હરિ સિંહ માલદીવમાં એક સ્પીડ બોટ અકસ્માત બાદ ગુમ થયા હોવાના અહેવાલો પ્રકાશમાં આવ્યા છે. આ અકસ્માત 19 માર્ચના રોજ થયો હતો. આ સ્પીડ બોટમાં રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયા પણ હતા. જેમને મામુલી ઈજા થઈ હતી. તે સારવાર બાદ મુંબઈ પરત ફર્યા છે. 

અકસ્માતની માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સની પૃષ્ટિ કરી

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સ્પીડ બોટમાં કુલ સાત લોકો સવાર હતા. તેમજ આ બોટ અકસ્માત બાદ બે લોકો ગુમ થયા છે. આ અકસ્માતની માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સની પૃષ્ટિ કરી છે. તેમજ બે ભારતીય નાગરીકોની શોધખોળ કરવામાં આવી રહી છે. જેમાં એક દિગ્ગજ  રેલી ડ્રાઇવર હરિ સિંહ 
પણ છે. 

હરિ સિંહ ધ ફ્લાઇંગ શીખ તરીકે જાણીતા

હરિ સિંહ ભારતના સૌથી પ્રખ્યાત રેલી ડ્રાઇવરોમાંના એક છે. 'ધ ફ્લાઇંગ શીખ' તરીકે જાણીતા હરિ  સિંહે 1990 ના દાયકા દરમિયાન પાંચ વખત ભારતીય રાષ્ટ્રીય રેલી ચેમ્પિયનશિપ જીતી હતી. તેઓ એશિયા ઝોન રેલી ચેમ્પિયનશિપના પ્રથમ વિજેતા હતા. તેમણે અસંખ્ય આંતરરાષ્ટ્રીય રેલી ઇવેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેની બાદ તેમણે જેકે ટાયર મોટરસ્પોર્ટમાં ઓપરેશન હેડ તરીકે સેવા આપી છે. તેમજ મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયા સાથે મુખ્ય પ્રશિક્ષક તરીકે પણ સેવા આપી છે. 

બચાવ કામગીરી ચાલુ

માલદીવ પોલીસના જણાવ્યા અનુસાર બચાવ કામગીરી ચાલુ છે. જોકે, હરિ સિંહના ગુમ થવાના સમાચારથી મોટર સ્પોર્ટ્સ સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેમજ તમામ લોકોનું ધ્યાન  બચાવ કામગીરી પર છે.