ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 9237 બેઠકો માટે 26 માર્ચના મતદાન યોજાશે. જેનું પરિણામ 28 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચારમાં પોતાની સંપૂર્ણ જોર લગાવ્યું હતું. તેમજ ચૂંટણીના પગલે સમગ્ર રાજ્યના કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
ભાજપના ઉમેદવારો 736 થી વધુ બેઠકો પર બિનહરીફ
ગુજરાતમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચવા અને ચકાસણી પ્રક્રિયા બાદ ભાજપના ઉમેદવારો 736 થી વધુ બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જ્યારે બાકી રહેલી 9237 બેઠકો માટે મતદાન 26 એપ્રિલે થશે.15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 84 નગરપાલિકાઓ, 260 તાલુકા પંચાયતો અને 34 જિલ્લા પંચાયતોને આવરી લેતી ચૂંટણી માટે મતદાન 26 એપ્રિલે સવારે 7.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી યોજાશે.
VIDEO | Gandhinagar, Gujarat: With preparations in full swing for the local body elections, 29 state transport buses have been deployed to ensure the timely delivery of EVMs and essential election materials to polling stations in Dehgam. Keeping the heat in mind, special… pic.twitter.com/FbgQsqc7vz
— Press Trust of India (@PTI_News) April 25, 2026
ભાજપ નેતાઓ રોડ શો કર્યો
ગુજરાતની 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતો, 84 નગરપાલિકાઓ અને 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 9237 બેઠકો માટે મતદાન થશે. ભાજપ ગુજરાતમાં આ સ્થાનિક ચૂંટણીઓ પૂરી તાકાતથી લડી રહ્યું છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માથી લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધીના નેતાઓએ રોડ શો કર્યા હતા.
ચૂંટણીઓની તૈયારીઓ પૂરજોશમાં
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં મતદાન મથકો પર EVM અને આવશ્યક ચૂંટણી સામગ્રી સમયસર પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ રાજ્યના વધતી ગરમીને કારણે પરિવહન કર્મચારીઓ માટે ઠંડા પીણા અને ORS જેવી ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી તેઓ ચૂંટણી સંબંધિત ફરજો બજાવતી મુશ્કેલીનો સામનો ના કરવો પડે.
48,450 મતદાન મથકો
આ ચૂંટણીમાં કુલ 4,08,16,713 મતદારો છે. જેમાં 2,10,71,001 પુરુષો, 1,97,44,864 મહિલાઓ અને 848 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. મતદાનને સરળ બનાવવા માટે 48,450 મતદાન મથકો, 1,08,188 મતદાન એકમો અને 1,22,951 કંટ્રોલ યુનિટ તૈયાર કર્યા છે.
સુરક્ષા માટે કુલ 92,583 પોલીસ કર્મચારીઓ તૈનાત
તેમજ સુરક્ષા માટે કુલ 92,583 પોલીસ કર્મચારીઓ અને 2,64,715 મતદાન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં 14,275 સંવેદનશીલ અને 2196 અતિસંવેદનશીલ બૂથ ઓળખવામાં આવ્યા છે.