Thu Oct 08 2026

Logo

ગુજરાતમાં વરસાદ ખેંચાતા 108 તાલુકામાં 80.4 લાખ હેક્ટરનું વાવેતર જોખમમાં, રૂ.55 હજાર કરોડના નુકસાનની ભીતિ

2026-09-04 19:48:31
Author: Vimal Prajapati
ગુજરાતમાં વરસાદ ખેંચાતા 108 તાલુકામાં 80.4 લાખ હેક્ટરનું વાવેતર જોખમમાં, રૂ.55 હજાર કરોડના નુકસાનની ભીતિ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગુજરાતમાં ઘણાં લાંબા સમયથી વરસાદ ખેંચાઈ રહ્યો છે. વરસાદ ખેંચાતા રાજ્યના 108 તાલુકાઓમાં અછત સર્જાઈ છે. આ ગંભીર સ્થિતિના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. વિગતે વાત કરવામાં આવે તો, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની અછત સર્જાતા પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે. લાંબા સમયથ વરસાદ ખેંચાતા અત્યારે રાજ્યના અન્નદાતાઓની સ્થિતિ કફોડી બની રહી છે. અત્યારે જગતનો તાત વરસાદની રાહ જોઈને બેઠો છે. 

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સૌથી વધારે અછત 

આ મામલે ખેતીવાડી નિષ્માતોના જણાવ્યાં પ્રમાણે અત્યારે રાજ્યમાં 80.4 લાખ હેક્ટર વિસ્તારમાં થયેલું વાવેતર જોખમી હાલતમાં છે. મૂળ વાત એ છે કે, જો સમયસર વરસાદ નહીં થાય તો રાજ્યમાં આશરે રૂપિયા 45થી 55 હજાર કરોડનું નુકસાન થશે. એટલે કે, આટલી કિંમતનો પાક સુકાઈ જશે. જો આવું થશે તો મોંઘવારી તો વધશે જ પરંતુ સાતે ગ્રામીણ અર્થતંત્ર પર પણ તેની માઠી અસર જોવા મળશે તેવું ખેતીવાડી નિષ્ણાતોએ જણાવ્યું છે.  

વરસાદ ના થયો તો આ મુખ્ય પાકોને વધારે નુકસાન થશે

વરસાત ખેંચાતા ગુજરાતમાં મુખ્ય પાકોને વધારે નુકસાન થઈ રહ્યું છે. ગુજરાતમાં અત્યારે 21.5 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર, 20.7 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર, 9.1 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર, 3.13 લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર, 3.04 લાખ હેક્ટરમાં સોયાબીનું વાવેતર, 2.72 લાખ હેક્ટરમાં મકાઈનું વાવેતર અને 1.61 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયેલું છે. આ પાક અત્યારે વરસાદની અછતના કારણે જોખણી સ્થિતિમાં છે. 

આ જિલ્લામાં પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ

ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજ્યમાં કચ્છ, રાજકોટ, અરવલ્લી,  જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પોરબંદર, ગીરસોમનાથ, પાટણ, સાબરકાંઠા અને  વાવ-થરાદ  સહિત કુલ ૧૧ જિલ્લાઓ પર પાક નિષ્ફળ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ જિલ્લાના ખેડૂતો આકાશ તરફ નજર કરીને બેઠા છે. જો સમયસર વરસાદ નહીં થયો તો ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવી શકે છે.