Thu Oct 08 2026

Logo

ગુજરાત પોલીસ માટે DGPનો કડક આદેશ, આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર પ્રતિબંધ

2026-05-13 20:02:59
Author: Vimal Prajapati
ગુજરાત પોલીસ માટે DGPનો કડક આદેશ, આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર પ્રતિબંધ

(આપણા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાત પોલીસ માટે રાજ્યના ડીજીપી દ્વારા કડક લેખિત આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ ગુનાના આરોપી સાથે ગેરવર્તન કરવા તેનું જાહેરમાં પરેડ એટલે વરઘોડા કાઢવામાં ના આવે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે કોઈ આરોપીનું સરઘસ કાઢવામં આવશે કે પછી તેની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવશે તો તે પોલીસ કર્મચારી સાણે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો આદેશ રાજ્યના ડીજીપી દ્વારા આપવામાં આવ્યો છે. 

લેખિત આદેશમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, આરોપી ભલે ગંભીર ગુનામાં સંડોવાયેલ હોય તો પણ તેની સાથે કાયદાની મર્યાદામાં રહીને જ વ્યવહાર કરવાનો રહેશે. આરોપીનું આત્મસન્માન જળવાય અને માનવ અધિકારોનું ઉલ્લંઘન ન થાય તે માટે રાજ્યભરની પોલીસને તકેદારી રાખવાની રહેશે. એટલું જ નહીં પરંતં આરોપીને જ્યારે મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવે ત્યારે પણ તેની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. 

ડીજીપી આદેશની વિગતે વાત કરીએ તો, આરોપીઓની જાહેરમાં પરેડની કાઢવા, જાહેરામાં ઉઠક-બેઠક કરાવવા, ધૂંટણિયે ચલાવવા, લાત કે લાકડીથી માર મારવા, હાથ જોડીને માફી મંગાવવી, કે પછી કાન પકડાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આરોપીઓનું આત્મસન્માન જળવાળ તેવી રીતે તેની સાથે વ્યવહાર કરવાનો રહેશે. જો કોઈ ગુનેગાર રીઢો હોય તો જ તેને હાથકડી પહેરવવામાં આવશે બાકી હાથકડી પણ ના પહેરાવી તેવો આદેશ આપવામાં આવ્યો છે.