Thu Oct 08 2026

Logo

કેપ્ટને હેલિકોપ્ટર સામે ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, વીડિયો વાયરલ થતાં વિવાદ થઈ શકે

2026-06-03 21:21:43
Author: Mumbai Samachar Team
કેપ્ટને હેલિકોપ્ટર સામે ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, વીડિયો વાયરલ થતાં વિવાદ થઈ શકે

નાશિકઃ સોશ્યિલ મીડિયા પર તાજેતરમાં જ એક ભારતીય સેનાના કેપ્ટનનો તેની ગર્લફ્રેન્ડને ફિલ્મી સ્ટાઇલમાં પ્રપોઝ કરતો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. નાશિકની કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલમાં પાસિંગ આઉટ પરેડ બાદ કેપ્ટન ભારત ભારદ્વાજે હેલિકોપ્ટર સામે ઘૂંટણીયે બેસીને આયુષીને વીંટી પહેરાવી હતી. પણ હવે ભારત ભારદ્વાજ વિરુદ્ધ ફરિયાદ થઇ શકે છે.

સૈન્ય અધિકારીઓ આ ઘટનાને પ્રોટોકોલ અને સૈન્ય મર્યાદાના ઉલ્લંઘન થયું હોવાનું કહેવાય છે. આ ઘટનાને પગલે કેપ્ટ્ન ભારત ભારદ્વાજને શૉ કોઝ નોટિસ જારી કરી શકાય છે. અધિકારીઓનું માનવું છે કે આ ઘટના જે મંચ અને વાતાવરણ વચ્ચે બની હતી, ત્યાં સૈન્ય નિયમો અને અનુશાસનનું પાલન કરવું તે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 

વાયરલ વીડિયો અનુસાર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કેપટન ભારત પોતાની ગર્લફ્રેન્ડને એક હેલિકોપ્ટર સામે લઈને જાય છે. થોડી મિનિટ પછી ભારત પોતાના ઘૂંટણિયે બેસી જાય છે અને પોતાના ખિસ્સામાંથી વીંટી કાઢે છે ત્યાર બાદ તે આયુષીનો હાથ પકડીને તેને પ્રપોઝ કરે છે. આ ઘટનાને પગલે આયુષી પણ આશ્ચર્યચકિત થઇ જાય છે. બાદમાં હસીને તે ભારતનું પ્રપોઝલ સ્વીકાર્યું હતું પણ ત્યાં હાજર સાથી અધિકારીઓ, મિત્રો અને પરિવારજનો આ પળોને કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા.

આ ઘટના નાશિક જિલ્લામાં આવેલા કોમ્બેટ આર્મી એવિએશન પ્રશિક્ષણ સ્કૂલમાં આયોજિત એક કાર્યક્રમની હતી. અહીંયા કેપ્ટન ભારત ભારદ્વાજની લડાકુ વિમાન પાઇલટના રૂપમાં પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમના પરિવારજનો, મિત્રો અને સાથીદારો હાજર રહ્યા હતા. 

ભારતે પહેલેથી જ આરુષિને આ કાર્યક્રમ માટે આમંત્રિત કરી હતી. તેને આ ખાસ દિવસને યાદગાર બનવવા માટે બધી પૂર્વતૈયારીઓ કરી હતી, પરંતુ સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલો આ રોમેન્ટિક અંદાઝ અને ઈમોશનલ પ્રતિક્રિયા મેળવનાર વીડિયોને સૈન્ય નિયમોના સંદર્ભમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સત્તાવાર અધિકારીઓના કાર્યક્રમમાં સૈન્ય પ્રોટોકોલ અને પ્રતિષ્ઠા અને મર્યાદાનું પાલન કરવું જરૂરી હોય છે. આ કારણે જ ભારત ભારદ્વાજ વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે , સાથે જ શૉ-કોઝ નોટિસ મળી શકે એવી અટકળો પણ વહેતી થઈ છે.