ICC વિમેન્સ T20 વર્લ્ડકપ 2026 માટે 15 સભ્યોની બાંગ્લાદેશી ટીમની જાહેરાત થઇ ગઇ છે. બાંગ્લાદેશ 14 જૂને પોતાના અભિયાનની શરુઆત કરશે.
નવી દિલ્હીઃ ICC T20 વર્લ્ડ કપ 2026 નો આવતા મહિને પ્રારંભ થવા જઈ રહ્યો છે. આવા સંજોગોમાં ટીમો જાહેર થવાનો સિલસિલો યથાવત છે. દરમિયાન ટુર્નામેન્ટ માટે વધુ એક ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમ છે બાંગ્લાદેશ, જેણે 15 સભ્યોની સ્ક્વોડની જાહેરાત કરી દીધી છે.
ફરી એકવાર અનુભવી વિકેટકીપર બેટ્સમેન નિગાર સુલ્તાના ટીમના સુકાનીપદે જોવા મળશે. ટીમમાં ઘણા અનુભવી અને યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. કેપ્ટન નિગાર સુલ્તાના જોટીની સાથે વાઇસ કેપ્ટન (ઉપકપ્તાન) નાહિદા અખ્તર ટીમની મહત્વની જવાબદારી સંભાળશે. બાંગ્લાદેશની ટીમ આ વખતે ઊંચા સપનાઓ સાથે ટુર્નામેન્ટમાં ઉતરવા જઈ રહી છે.
ટોપ પર રહીને વર્લ્ડ કપમાં ક્વોલિફાઇ થઇ
બાંગ્લાદેશની મહિલા ટીમ T20 વર્લ્ડ કપમાં સતત સાતમી વખત ભાગ લેશે. બાંગ્લાદેશે પ્રથમવાર 2014માં આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 2024ની સીઝનમાં, બાંગ્લાદેશે સ્કોટલેન્ડને 16 રનથી હરાવીને પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી.આ વર્ષે રમાયેલી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ગ્લોબલ ક્વોલિફાયરમાં બાંગ્લાદેશે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે ગ્રુપ સ્ટેજ અને સુપર સિક્સ રાઉન્ડમાં એક પણ મેચ ગુમાવી નહોતી અને ટુર્નામેન્ટમાં ટોચનું સ્થાન મેળવીને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું.
Bangladesh Cricket (X)
14 જૂને ટીમની પહેલી મેચ
બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ કપ પહેલા સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ સામે ટ્રાય-સિરીઝ (ત્રણ દેશોની શ્રેણી) રમશે. ટીમ 25 મેના રોજ એડિનબર્ગ જવા રવાના થશે અને ત્યારબાદ લોફબોરોમાં T20 વર્લ્ડ કપ માટે પ્રેક્ટિસ મેચો રમશે. બાંગ્લાદેશ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત 14 જૂનના રોજ બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર નેધરલેન્ડ સામે કરશે. આ પછી ટીમનો સામનો ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ભારત અને સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમો સામે થશે.
ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશ ટીમનું શેડ્યૂલ
14 જૂન – બાંગ્લાદેશ vs નેધરલેન્ડ્સ, એજબેસ્ટન, બર્મિંઘમ
17 જૂન – ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ, હેડિંગ્લે, લીડ્સ
20 જૂન - પાકિસ્તાન vs બાંગ્લાદેશ, હેમ્પશાયર બાઉલ, સાઉથેમ્પ્ટન
25 જૂન - ભારત vs બાંગ્લાદેશ, ઓલ્ડ ટ્રેફર્ડ, માનચેસ્ટર
28 જૂન – સાઉથ આફ્રિકા vs બાંગ્લાદેશ, લોર્ડ્સ, લંડન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશ મહિલા ટીમની 15 સદસ્યીય સ્કવોડ.
નિગાર સુલ્તાના જેટી (કપ્તાન), નાહિદા અખ્તર (ઉપકપ્તાન), શર્મિન અખ્તર સુપ્તા, શોભના મોસ્ટારી, શોર્ના અખ્તર, રિતુ મોની, રાબેયા ખાન, ફહીમા ખાતૂન, ફરીહા ઇસ્લામ ત્રિસ્ના, મારુફા અખ્તર, શાંજિદા અખ્તર મગલા, સુલ્તાના ખાતૂન, દિલારા અખ્તર, જુઆઇરિયા ફિરદૌસ અને તાજનેહાર