મુંબઈઃ બોલિવૂડમાં 'ધુરંધર' કપલ તરીકે જાણતા આદિત્ય ધર અને યામી ધર મુંબઈ છોડીને ક્યાંય જતા નથી તે મુંબઈમાં જ રહેવાના છે. તાજેતરના એક રિપોર્ટમાંથી એ વાત જાણવા મળી છે કે, તેઓ મુંબઈમાં જ રહેવાના છે. ફિલ્મમેકરની ટીમે આ વાત કન્ફર્મ કરી છે. હિમાચલ પ્રદેશમાં કાયમી ધોરણે શિફ્ટ થઈ રહ્યા છે. આ વાત ખોટી છે. તા.22 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના કેવડિયામાંથી 'આર્ટિકલ 370' ફિલ્મ માટે યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. જ્યારે પ્રોડ્યુસર આદિત્ય ધરને પણ આ જ ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
અફવાનું ખંડન કર્યું
આ સિદ્ધિ એમના જીવનમાં આવ્યા એ પછીના ચાર જ દિવસમાં એવી વાત વહેતી થઈ હતી કે, કપલ હંમેશા માટે હિમાચલ પ્રદેશમાં શિફ્ટ થવા યોજના બનાવી રહ્યા છે. હવે મીડિયા રિપોર્ટમાંથી એ વાત જાણવા મળી છે કે, આ વાત બિલકુલ ખોટી છે. આદિત્ય ધરની ટીમનો સંપર્ક કરવામાં આવતા એ વાત જાણવા મળી હતી કે, કપલ મુંબઈમાં જ રહેવાનું છે અને હિમાચલ પ્રદેશ શિફ્ટ થવાનો પ્લાન વાળી વાત ખોટી છે.
જ્યારે એમની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો એ સમયે સામે સવાલ આવ્યો હતો કે, આવી ખબર કોણ ફેલાવી રહ્યું છે? 'ધુરંધર'ની સફળતા બાદ કપલ્સે એક ફ્લેટ ખરીદી લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે. વાવડ એવા પણ મળી રહ્યા છે કે, આદિત્ય ધર આગામી દિવસોમાં કોઈ ધમાકેદાર ફિલ્મ લાવી શકે છે. નેશનલ એવોર્ડનું સન્માન મળ્યા બાદ બન્નેએ પોતાના પરિવારની સાથે ફિલ્મની ટીમ સાથે આ ખુશી વ્યક્ત કરી હતી. યામી અને આદિત્ય પોતાના અંગત જીવનને લાઈમલાઈટથી દૂર રાખે છે. કેટલાક સવાલના જવાબ આપવાનું ટાળે છે. વર્ષ 2019માં આવેલી ફિલ્મ 'ઉરી'થી બન્ને વચ્ચે નિકટતા વધી હતી.
યામીની સૌથી વધારે ચર્ચા
તેઓ ફિલ્મ સેટ પર વારંવાર મળતા હતા. ડાયરેક્ટર તરીકે આદિત્યની આ પહેલી ફિલ્મ હતી. એ પછી વર્ષ 2021માં આદિત્ય અને યામીએ લગ્ન કર્યા હતા. વર્ષ 2024માં તેની ફિલ્મ 'આર્ટિકલ 370' આવી હતી. આ પછી વર્ષ 2024માં જ બન્ને ત્યાં વેદનો જન્મ થયો અને સંતાનપ્રાપ્તિ થઈ. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો યામી પોતાની નવી ફિલ્મ 'નવી નવેલી'ને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે શાપિત હોવાનું દર્શાવાયું છે. હકીકતમાં આ ફિલ્મ હોરર કોમેડી ફિલ્મ છે.
આ ફિલ્મ 16 ઑક્ટોબરના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફેન્સને યામીનો એક અલગ અંદાજ આ ફિલ્મમાંથી પસંદ પડી રહ્યો છે. સૂત્રોમાંથી વિગત એવી મળી રહી છે કે, આદિત્ય કોઈ નવી ફિલ્મને લઈને તૈયારીઓ સાથે કમબેક કરી શકે છે. આ નવી ફિલ્મ અંગે હાલ કોઈ અપડેટ સામે આવી નથી. પણ આવનારા દિવસોમાં કે વર્ષમાં તેની કોઈ નવી ફિલ્મ આવી શકે છે.