Tue Apr 21 2026

Logo

અમેરિકાના લ્યુઇસિયાનામાં સામૂહિક ગોળીબારમાં 8 બાળકોના મોત

Louisiana   2026-04-20 09:16:00
Author: chandrakant Kanoja
Article Image

લ્યુઇસિયાના: અમેરિકાના લ્યુઇસિયાનાના શ્રેવપોર્ટમાં ગોળીબારીની ઘટનામાં આઠ બાળકોના મોત થયા છે. આ  બાળકો ઉંમર એક થી ચૌદ વર્ષની વચ્ચે છે. શ્રેવપોર્ટ પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર રવિવારે સવારે સ્થાનિક સમય મુજબ 6:00 વાગ્યે થયો હતો.

ગોળીબાર ઘરેલુ વિવાદના કારણે થયો 

આ ઘટનાની જાણ થયા બાદ  પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી હતી.  જેમાં જાણવા મળ્યું કે ગોળીબાર ઘરેલુ વિવાદના કારણે થયો હતો. જ્યારે  શંકાસ્પદ હુમલાખોર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો ગયો હતો. 

બંદૂકધારી પોલીસ અધિકારીઓ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો

શ્રેવપોર્ટ પોલીસના જણાવ્યા અનુસાર  લ્યુઇસિયાનામાં એક બંદૂકધારીએ રવિવારે વહેલી સવારે ઘરેલુ વિવાદોને કારણે અનેક ઘરોમાં ગોળીબાર કરીને આઠ બાળકોની હત્યા કરી હતી. પોલીસ પ્રવક્તા ક્રિસ બોર્ડેલને જણાવ્યું હતું કે કુલ 10 લોકોને ગોળી વાગી હતી. બોર્ડેલને ઉમેર્યું હતું કે બંદૂકધારી પોલીસ અધિકારીઓ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. જેમણે પીછો કરતી વખતે તેના પર ગોળીબાર કર્યો હતો.