Thu Oct 01 2026

Logo

ટ્રમ્પે એવા કાયદા પર સહી કરી કે ભારત પર લાગી શકે 100% ટેરિફ! રશિયન ઓઇલ ખરીદવું પડશે ભારે?

Newyork   2026-09-19 09:22:00
Author: Mumbai Samachar Team
ટ્રમ્પે એવા કાયદા પર સહી કરી કે ભારત પર લાગી શકે 100% ટેરિફ! રશિયન ઓઇલ ખરીદવું પડશે ભારે?

ન્યૂયોર્કઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા પાંચ આયાતકારો પર 100 ટકા ટેરિફ લાગુ કરવાના બિલ પર સાઈન કરી દીધી છે.આ પાંચ આયાતકાર દેશમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આ માટે આ પોલિસી હવે ભારત ઉપર પણ લાગુ પડી શકે છે. ડૉનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે લિંડસે ઓ. ગ્રાહમ સેક્શનિગ રૂલ એન્ડ ઈરાન એક્ટને કાયદાનું રૂપ આપી દીધું હતું. અમેરિકાની સભામાં બિલ પસાર થયા બાદ સહી કરી નાંખી હતી. 

શું છે નવા અમેરિકી કાયદામાં?
નવા કાયદા અંતર્ગત રાષ્ટ્રપતિને રશિયા પાસેથી તેલ ખરીદનારા અને ગેસની ખરીદી કરનારા પાંચ મોટા આયાતકાર દેશ પર 100 ટકા ટેરિફ લગાવી દેવાનો અધિકાર મળી ગયો છે. આ પછી રશિયા પર નવા પ્રતિબંધને લઈ 18 મહિનાથી ચાલી રેહલી રાજકીય કવાયત ખતમ થઈ ગઈ છે. શરૂઆત 2025માં થઈ હતી જ્યારે સીનેટર લિંડસે ગ્રાહમ અને રીચર્ડ બ્લુમેંથલે હાલમાં ચર્ચામાં રહેલું બિલ એક નવા સંશોધન સાથે સંસદમાં રજૂ કર્યું હતું. આ બિલ લાવવા પાછળનો મુખ્ય હેતુ રશિયાની ઊર્જા નિકાસને પાંગળી કરવાનો હતો.

ચાર વર્ષથી વધારે સમયથી યથાવત યુક્રેન સાથેના યુદ્ધને ખતમ કરવા રશિયા પર એક દબાણ ઊભું કરવાનો અમેરિકનો ઈરાદો હતો. પણ સ્પષ્ટતા એવી પણ છે કે, આ કાયદામાં કોઈ જ દેશનું નામ લખીને ટાર્ગેટ કરવામાં આવ્યો નથી. અમેરિકી વ્યાપાર પ્રતિનિધિઓએ વિદેશ મંત્રી તથા ઊર્જા મંત્રીની સલાહ લઈને પાંચ દેશની ઓળખ કરવી પડશે. છેલ્લા 12 મહિનામાં કુલ ઉત્પાદન સામે માત્રાના આધાર પર જે રશિયાથી સૌથી વધારે ક્રૂડ તથા ગેસને આયાત કરે છે. આવા દેશની યાદી તૈયાર કરાશે અને દર 180 દિવસના અંતે એની સમીક્ષા કરવામાં આવશે. 

ટેરિફ દૂર કરવા શું કરવું?
ટેરિફના દર રાષ્ટ્રપતિ પર આધાર રાખે છે.  મહત્તમ તે 100 ટકા હોઈ શકે છે. કાયદો રાષ્ટ્રપિતને પણ રશિયા પાસેથી ઊર્જાની ખરીદી કરનારા દેશ પર ટેરિફ લગાવવાથી રોકી શકે એમ નથી. આ કાયદાના નિષ્ણાંતો ખાસ કરીને રીચર્ડ બ્લુમેંથલે ચીન તથા ભારતને ઊર્જાની ખરીદી ન કરવા માટેની અપીલ કરી દીધી છે. બિલ પાસ થયા બાદ આ અધિકારીએ કહ્યું તહું કે, ચીન અને ભારતે પોતાનું વલણ સુધારવું પડશે. જે ક્રૂડ ઓઈલ તમે વાપરો છો એ અને ગેસ બીજા પાસેથી ખરીદે નહીં.

હવે કાયદામાં એવું પણ સ્પષ્ટ છે કે, યુરોપીયન દેશને છૂટ મળી શકે છે. યુરોપીન દેશના એ રાષ્ટ્રને છૂટ મળી શકે છે જે રશિયા પાસેથી 15 ટકાથી ઓછી ટકાવારીમાં ગેસ અને ક્રૂડ ઓઈલ મંગાવે છે. આ સિવાય કાયદામાં રશિયા પાસેથી ડાયરેક્ટ આયાત થતા સામાન પર 500 ટકા ટેરિફ લાગુ કરવાની પણ જોગવાઈ છે. ટેરિફ દૂર કરવો હોય તો સાબિત કરવું પડશે કે, જે તે દેશે રશિયા પાસેથી આ બન્ને ઊર્જા સંબંધિત વસ્તુઓ લેવાની સંપૂર્ણ રીતે બંધ કરી દીધી છે.