મુંબઈ: રાયગડ જિલ્લામાં બે સગીર સહિત પાંચ જણે 17 વર્ષની કિશોેરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જેને કારણે તે ગર્ભવતી બની હતી. પોલીસે 21થી 40 વર્ષની વયના ત્રણ આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે 17 વર્ષને બે સગીરની અટકાયત કરવામાં આવી હતી.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીઓ પીડિતાને ઓળખતા હતા અને તેમણે પીડિતા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ ઘટનાની જાણ કોઇને પણ કરે ગંભીર પરિણામો ભોગવવાની પીડિતાને ધમકી આપી હતી.
એપ્રિલથી જૂન દરમિયાન પીડિતાનું ઘર બાંધવામાં આવી રહ્યું હતું ત્યારે 40 વર્ષનો આરોપી ત્યાં કડિયાકામ કરતો હતો અને તે પરિવારજનોની ગેરહાજરીમાં ઘરમાં ઘૂસ્યો હતો અને તેણે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો.દરમિયાન પીડિતા ગર્ભવતી હોવાનું જાણવા મળ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે પીડિતાનું નિવેદન નોંધ્યું હતું અને તેની ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરીને ગુનામાં સામેલ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા, જ્યારે બે સગીરને તાબામાં લીધા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
પ્રતીકાત્મક તસવીર