ઇમ્ફાલ: મણિપુરમાં ફરી હિંસા વધુ ઉગ્ર બનવાના સંકેત મળી રહ્યા છે. જેમાં લોકોએ સીઓસીઓએમઆઈના નેતૃત્વમાં પુનર્વસનની માંગણી સાથે મણિપુરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા
મણિપુરની અખંડિતતા માટે કામ કરતી સંસ્થા સીઓસીઓએમઆઈ(COCOMI)ની અપીલ પર હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શનકારીઓ શહેરના વિવિધ ભાગોમાંથી ચાર અલગ-અલગ રેલીઓના રૂપમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરફ કૂચ કરી રહ્યા હતા. જોકે, પોલીસ અને વધારાના સુરક્ષા દળોએ બાબુપરા સ્થિત મુખ્યમંત્રીના નિવાસસ્થાનની આસપાસ પહેલાથી જ કડક સુરક્ષા ઘેરો ગોઠવી દીધો હતો.
#WATCH | Imphal, Manipur: The Coordinating Committee on Manipur Integrity (COCOMI) protest rally today turned violent. Police fired tear gas shells to disperse the crowds. The site was cleared, and protesters were sent back.
— ANI (@ANI) April 25, 2026
COCOMI today organised a mass rally across Imphal and… pic.twitter.com/krN2ubhsP3
ભીડે બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો
તેમજ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના ખુરાઈ લામલોંગ વિસ્તારમાં ભીડે બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે તેમને રોકવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ વિસ્તાર મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી માત્ર બે કિલોમીટર દૂર આવેલો છે.
સુરક્ષા દળોને ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી
જોકે, તેની બાદ હજારો લોકો અને પોલીસ વચ્ચે અથડામણમાં થઇ હતી. આ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સુરક્ષા દળોને ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. આ વિરોધ મેતેઇ સંગઠન, મણિપુર ઇન્ટિગ્રિટી પર સંકલન સમિતિના બેનર હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો.