Thu Oct 01 2026

Logo

મલેશિયામાં નોકરીની શોધમાં જતા ભારતીયો માટે હાઈ કમિશનની એડવાઈઝરી જાહેર, આપી ચેતવણી

Kuala Lumpur   2026-09-22 17:16:57
Author: Chandrakant Kanoja
મલેશિયામાં નોકરીની શોધમાં જતા ભારતીયો માટે હાઈ કમિશનની એડવાઈઝરી જાહેર, આપી ચેતવણી

AI પ્રતીકાત્મક તસવીર


કુઆલાલંપુર: મલેશિયાના ભારતીય હાઈ કમિશને ભારતીય નાગરિકોને એડવાઈઝરી જાહેર કરીને ચેતવણી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ રોજગારની શોધ માટે 30  દિવસના વિઝા-મુક્ત સુવિધાનો ઉપયોગ ન કરે. આમ કરતા પકડાનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ભારતીય નાગરિકો વિવિધ મુશ્કેલીઓમાં મુકાઈ શકે છે

કુઆલાલંપુરમાં ભારતીય હાઈ કમિશને એડવાઇઝરીમાં જણાવ્યું છે કે મલેશિયાની વિઝા-મુક્ત સુવિધાનો ઉપયોગ નોકરી શોધવા માટે ન કરવો જોઈએ. આમ કરવાથી ભારતીય નાગરિકો વિવિધ મુશ્કેલીઓમાં મુકાઈ શકે છે. 

નોકરીની શોધમાં આવતા ભારતીય નાગરિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

આ અંગે હાઈ કમિશને જણાવ્યું છે કે તાજેતરમાં આ સુવિધાનો ઉપયોગ કરીને નોકરીની શોધમાં મલેશિયા આવતા ભારતીય નાગરિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એડવાઇઝરી જાહેર કરવી જરૂરી લાગી છે. 

મલેશિયાના ઇમિગ્રેશન નિયમોનું સીધું ઉલ્લંઘન

આ અંગે હાઈ કમિશને સ્પષ્ટ ચેતવણી આપી છે કે વિઝા-મુક્ત સુવિધાનો લાભ લઈને રોજગાર મેળવનાર કોઈપણ ભારતીય નાગરિકે ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આ પરિણામોમાં નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય રોકાવું, ગેરકાયદે સ્થળાંતર કરનાર તરીકે ગણવામાં આવવું, શોષણનો ભોગ બનવું, અટકાયત અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવાનો સમાવેશ થાય છે. હાઈ કમિશને સ્પષ્ટ કર્યું છે કે વિઝા-મુક્ત સુવિધા દ્વારા રોજગાર મેળવવો એ મલેશિયાના ઇમિગ્રેશન નિયમોનું સીધું ઉલ્લંઘન છે.