Fri Oct 09 2026

Logo

ગુજરાતમાં આગાહી પ્રમાણે વરસાદની તોફાની બેટિંગ શરૂઃ આ બે તાલુકામાં 2 કલાકમાં 5 ઇંચ, વડોદરામાં 2 ઇંચ

2026-07-31 09:56:00
Author: Mayur Patel
ગુજરાતમાં આગાહી પ્રમાણે વરસાદની તોફાની બેટિંગ શરૂઃ આ બે તાલુકામાં 2 કલાકમાં 5 ઇંચ, વડોદરામાં 2 ઇંચ

અમદાવાદઃ ગુજરાતમાં આગાહી પ્રમાણે વરસાદની તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ છે. સવારના બ કલાકમાં જ બે તાલુકામાં 5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જ્યારે વડોદરામાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

ક્યાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ નર્મદા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જિલ્લાના સાગબારા તાલુકામાં 4.65 ઇંચ, ગરુડેશ્વર તાલુકામાં 4.65 ઇંચ, નાંદોદ તાલુકામાં 3.54 ઇંચ, તિલવાડા તાલુકામાં 3.15 ઇંચ વરસાદ પડ્યો હતો. મહીસાગરના બાલાસિનોરમાં 2.64 ઇંચ, આણંદમાં 2.20 ઇંચ, વડોદરામાં 1.97 ઇંચ, નસવાડીમાં 1.93 ઇંચ, બારડોલીમાં 1.65 ઇંચ, નિઝારમાં 1.57 ઇંચ, ડભોઈમાં 1.34 ઇંચ, ઉમરેઠમાં 1.22 ઇંચ, ઉમરપાડામાં 1.22 ઇંચ, મહુધામાં 1.18 ઇંચ, વાઘોડિયામાં 1.14 ઇંચ, પાદરામાં 1.10 ઇંચ, સંખેડામાં 1.06 ઇંચ, નડીયાદમાં 1.02 ઇંચ, ચીખદામાં 1.02 ઇંચ, ફાગવેલમાં 0.94 ઇંચ, હાલોલમાં 0.87 ઇંચ, નેત્રંગમાં 0.83 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

સવારે બે કલાકમાં 51 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ

આજે સવારે સવારે 6 થી 8ના બે કલાકમાં 82 તાલુકામાં વરસાદ પડ્યો હતો. બે તાલુકામાં 4 ઇંચથી વધારે, બે તાલુકામાં 3 ઇંચથી વધારે, બે તાલુકામાં 2 ઇંચથી વધારે, 15 તાલુકામાં 1 ઇંચથી વધારે  વરસાદ નોંધાયો હતો. જ્યારે 51 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.

આજે ક્યાં છે રેડ અલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  રાજ્યના 13 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, બોટાદ, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.