Fri Oct 09 2026

Logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 257 તાલુકાઓમાં મેઘમહેર; મોરબીમાં સૌથી વધુ 8.78 ઇંચ, જાણો તમારા વિસ્તારની સ્થિતિ

2026-08-02 08:46:21
Author: Vimal Prajapati
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 257 તાલુકાઓમાં મેઘમહેર; મોરબીમાં સૌથી વધુ 8.78 ઇંચ, જાણો તમારા વિસ્તારની સ્થિતિ

અમદાવાદઃ ગુજરાતમાં 1 ઓગસ્ટના રોજ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. આંકડાની વાત કરવામાં આવે તો, છેલ્લા 24 કલાકમાં 257 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સૌથી વધારે મોરબીમાં 8.78 ઇંચ વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. ચાલો વિગતે જોઈએ....

ગુજરાતમાં સૌથી વધારે મોરબીમાં વરસાદ નોંધાયો છે. તેના પછી ટંકારામાં 7.64 ઇંચ, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં 7 ઇંચ, મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તે પછી વાત કરવામાં આવે તો, રાજ્યના 25 તાલુકાઓમાં ત્રણ ઇંચથી 6 ઇંચ વરસાદ થયો છે. જ્યારે બાકીના 102 તાલુકામાં માત્ર 1 ઇંચથી બે ઇંચ જેટલો જ વરસાદ થયો છે. સૌથી વદારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે. મોરબી અને સુરેન્દ્રનગરમાં તો વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અનેક ગામડાઓમાં સંપર્ક વિહોણા બની જતા તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. 

ગુજરાત રાજ્યમાં અત્યારે સુધીમાં સિઝનના સરેરાશ વરસાદ કરતા 16 ટકા વધારે વરસાદ ખાબર્યો છે. જેમાં સૌથી વધારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજી વખત 149.6 મીમી વરસાદ સાથે રેકોર્ડ તૂટ્યો છે. રાજ્યમાં સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો, અત્યાર સુધીમાં 439.9 મીમી એટલે કે 17 ઇંચ આસપાસ વરસાદ થયો છે. આ વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું હોવાના પણ અહેવાલો મળ્યાં છે.

દરિયા કિનારે આવેલા વિસ્તારોની વાત કરવામાં આવે તો, દરિયાઈ સ્થિતિ ઉગ્ર બનતા આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે તમામ બંદરો પર નંબર-3નું ચેતવણી સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા આ સૂચના આપવામાં આવી છે. 

ગુજરાતના આ જિલ્લાઓ વધારે જોખમ...

ભારે વરસાદને કારણે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક રહેણાંક વિસ્તારો પૂરની ઝપેટમાં આવી ગયાં છે અને પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. પરિસ્થિતિ એવી છે કે રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે હોડીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને નવસારી સહિત રાજ્યના અનેક જિલ્લાઓ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.