Tue Apr 21 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપી નવી ધમકી, કહ્યું કરાર નહિ સ્વીકારો તો પાવર પ્લાન્ટ ઉડાવીશું

WASINTON DC   2026-04-19 20:19:57
Author: Chandrakant Kanojia
Article Image

વોશિંગ્ટન: મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને એક નવી ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે અમેરિકાની ટીમ સોમવારે પાકિસ્તાનના ઇસ્લામાબાદ પહોંચવાની છે. તેમજ કહ્યું છે કે અમે એક નવો ન્યાયી કરાર રજૂ કર્યો છે. તેમજ જો ઈરાન તેનો ઇનકાર કરશે અમે તેમના પાવર પ્લાન્ટ  અને પુલને ઉડાવી દઇશ. ડોનાલ્ડ ટ્રમ્પે  ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ઈરાનને આ ધમકી આપી હતી.

હોર્મુઝ સ્ટ્રેટમાં ગોળીબાર યુદ્ધ વિરામનો ભંગ 

આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઇરાને ગઈકાલે હોર્મુઝ સ્ટ્રેટમાં ગોળીબાર કર્યો. આ યુદ્ધ વિરામ કરારનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. જેમાં ઘણા  ગોળીબાર ફ્રેન્ચ જહાજ અને બ્રિટિશ માલવાહક જહાજને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. 

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની ઈરાનને જ મોટું નુકસાન 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઈરાને તાજેતરમાં જાહેરાત કરી છે કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી રહ્યા છે. જે વિચિત્ર છે  કારણ કે અમારી નાકાબંધીએ તેને પહેલાથી જ બંધ કરી દીધું છે. તેઓ અજાણતાં અમારા માટે અમારું કામ કરી રહ્યા છે. આ બંધ માર્ગથી થતા સૌથી મોટા નુકસાન જે દરરોજ આશરે 500 મિલિયન ડોલર  જેટલું છે. તેમને ભોગવવું પડી રહ્યું છે.