Mon Apr 27 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પના ડિનર ફાયરિંગ પૂર્વેનો કેરોલિન લિવીટનું શોર્ટ ફાયરનું નિવેદન વાઇરલ

Washington dc   2026-04-26 17:52:31
Author: Chandrakant Kanoja
Article Image

વોશિંગ્ટન: અમેરિકાના વોશિંગ્ટનમાં થયેલા ગોળીબાર પૂર્વેનો વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહી રહ્યા છે આજે રાત્રે શોર્ટ ફાયર થશે. આ નિવેદનને રાજકીય નિવેદન તરીકે ગણવામાં આવતું હતું પરંતુ વાસ્તવમાં ગોળીબાર થતાં વિડીયો વધુ વાઇરલ થઇ રહ્યો છે. 

કેરોલિને શાબ્દિક ગોળીબારી અંગે જણાવ્યું હતું

કેરોલિન લીવિટ વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સના ડિનર વિશે વાત કરી રહ્યા હતા. આ  વાતચીત દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે સાંજે વાતાવરણ કેવું હશે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે આજની રાત એક ભવ્ય બનશે. આજે રાત્રે  સંબોધન દરમિયાન ટ્રમ્પની સિગ્નેચર શૈલી સંપૂર્ણ રીતે પ્રદર્શિત થશે. તેઓ આ કાર્યક્રમમાં ઉર્જાનો સંચાર કરશે અને શોર્ટ ફાયર થશે. તેથી  દરેક વ્યક્તિએ તેને જોવા માટે ટ્યુન ઇન થવું જોઈએ. કેરોલિને શાબ્દિક ગોળીબારી અંગે જણાવ્યું હતું. 

વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર દરમિયાન ગોળીબાર

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં આયોજિત વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર દરમિયાન અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પત્ની મેલાનિયા, ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હિલ્ટન હોટેલમાં હાજર હતા. જ્યારે સુરક્ષા કર્મચારીઓએ બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. 

ગોળીબાર સમયે હોલમાં 2,600 થી વધુ લોકો હતા

હિલ્ટન હોટેલમાં થયેલ ગોળીબાર સમયે હોલમાં 2,600 થી વધુ લોકો હતા. આ ગોળીબાર  બાદ સમગ્ર સ્થળ પર અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. તેમજ  પોતાનો જીવ બચાવવા માટે લોકો ટેબલ નીચે છુપાઈને બૂમો પાડવા લાગ્યા હતા. જ્યારે હોટલના કર્મચારીઓ પણ સલામત સ્થળો તરફ ભાગી ગયા હતા. યુ.એસ. સિક્રેટ સર્વિસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો.