દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
હૈદરાબાદમાં દાંડિયા કાર્યક્રમોમાંથી મુસ્લિમ બાઉન્સરોને બાદબાકી મુદ્દે રાજકારણ ગરમાયું
હૈદરાબાદમાં નવરાત્રી દરમિયાન દાંડિયા કાર્યક્રમોમાંથી મુસ્લિમ બાઉન્સરોને બાકાત રાખવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જે મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે. જેમાં એક તરફ AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે નિવેદન આપ્યું છે. તો બીજી તરફ ગોશામહલના ધારાસભ્ય અને હિન્દુત્વવાદી નેતા ટી. રાજા સિંહે પણ આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં મુસ્લિમ બાઉન્સરોએ આ દાંડિયા કાર્યક્રમોમાં ભેદભાવ અને રોજગારીની તકોના અભાવનો આરોપ લગાવ્યો છે.
વૈજ્ઞાનિક હેનરી બી. કાગન અને કેન્સો સોઈને અપાશે વર્ષ 2026નો કેમિસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર
સ્વીડનની રોયલ એકેડેમીએ લાંબા સમયથી ચાલી આવતા અણુના રહસ્યને ઉકેલવા બદલ બે વૈજ્ઞાનિકોને વર્ષ 2026નો કેમિસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર સંયુકત રીતે આપવાની જાહેરાત કરી હતી. નોબેલ પુરસ્કાર પ્રખ્યાત વિજ્ઞાની હેનરી બી. કાગન (Henri B. Kagan) અને કેન્સો સોઈ (Kenso Soai) ને આપવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં મિથુન ચક્રવર્તીને મળ્યો કેબિનેટ મંત્રીનો દરજ્જો
પશ્ચિમ બંગાળમાં સીએમ સુવેન્દુ અધિકારીએ મંત્રીમંડળમાં અભિનેતામાંથી રાજકારણમાં આવેલા મિથુન ચક્રવર્તીને સરકારી સલાહકાર તરીકે નિયુક્ત કરીને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. આ ભૂમિકા માહિતી અને સાંસ્કૃતિક બાબતોના વિભાગમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો આપે છે.
આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને શિડ્યુલ્ડ બેંકો'ની યાદીમાંથી દૂર કરી
પેટીએમ પેમેન્ટ્સ બેંકને આરબીઆઈ તરફથી મોટો આંચકો લાગ્યો છે. જેમાં આરબીઆઈએ તેનું બેકિંગ લાયસન્સ રદ કર્યા બાદ તેને શિડ્યુલ્ડ બેંકો'ની યાદીમાંથી દૂર કરી છે. આ પૂર્વે દિલ્હી હાઈકોર્ટે પણ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં હુમાયુ કબીરે રાજકારણમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા
પશ્ચિમ બંગાળના રાજકારણના મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં મમતા બેનર્જીની મુસ્લિમ વોટબેંકને ટાર્ગેટ કરવા ટીએમસીના પૂર્વ ધારાસભ્ય હુમાયુ કબીર ગત વર્ષની વિધાનસભા ચૂંટણી પહેલાં મેદાનમાં આવ્યા હતા.તેમજ બાબરી મસ્જિદ બનાવવાની જાહેરાત કરી હતી અને તેનો શિલાન્યાસ પણ કર્યો હતો. તે જ હુમાયુ કબીરે રાજકારણમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા છે.
RSS વડા મોહન ભાગવતે કહ્યું, ભારતની પરંપરાઓ સમાજ અને વિશ્વની સુરક્ષા માટે જરૂરી
નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદના દિવંગત અધ્યક્ષ અશોક સિંઘલની જન્મ શતાબ્દી નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં RSS વડા મોહન ભાગવતે મહત્વપૂર્ણ બાબત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની પરંપરાઓ સમાજ અને વિશ્વની સુરક્ષા માટે જરૂરી છે.
સુપ્રીમ કોર્ટમાં ત્રણ નવા જજોએ શપથ લીધા, સુનિતા અગ્રવાલ 13માં મહિલા જજ બન્યા
સુપ્રીમ કોર્ટમાં આજે ત્રણ નવા જજોએ ઈશ્વરના નામે હોદ્દાના શપથ લીધા હતા. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં સેવા આપી ચૂકેલા જજ સુનિતા અગ્રવાલ, દિલ્હી હાઇકોર્ટના સેવા આપી ચૂકેલા જજ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી ચૂકેલા જજ અપરેશ કુમાર સિંહનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના 37 જજોમાં 3 મહિલા જજ છે.
વડાપ્રધાન તરીકેના ત્રીજા કાર્યકાળ સાથે નરેન્દ્ર મોદીને સત્તામાં 25 વર્ષ પૂર્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તામાં આજે 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. વડાપ્રધાન તરીકે આ તેમનો ત્રીજો કાર્યકાળ છે. જેથી ભાજપ દ્વારા આજે દેશભરમાં અનેક જગ્યાએ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 7 ઓક્ટોબર 2001માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા ત્યાંથી તેમની સફળ શરૂ થઈ હતી. આજે 7 ઓક્ટોબર 2026માં પણ તેઓ સત્તા પર છે. પીએમ તરીકેના ત્રીજા કાર્યકાળ સાથે સત્તામાં આજે 25 વર્ષ પૂર્ણ થયાં છે.