Wed Oct 07 2026

Logo

બેલેટ પેપરથી ચૂંટણી યોજાતા જ કોંગ્રેસની 'શરમજનક' હાર: ત્રિપુરા અને આસામમાં NDAનું 'ધમાકેદાર' પ્રદર્શન

2026-10-07 19:06:03
Author: Mumbai Samachar Team
બેલેટ પેપરથી ચૂંટણી યોજાતા જ કોંગ્રેસની 'શરમજનક' હાર: ત્રિપુરા અને આસામમાં NDAનું 'ધમાકેદાર' પ્રદર્શન

નવી દિલ્હીઃ કોંગ્રેસની અધ્યક્ષતામાં તમામ વિપક્ષો ઈવીએમની કામગીરી પર સવાલ ઊભા કરી રહ્યા છે. હવે બેલેટ પેપરથી ચૂંટણી થાય એવી માગ વિપક્ષ કરી રહ્યા છે. આ અઠવાડિયામાં જ બે રાજ્યોના ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે જ્યાં ઈવીએમથી નહીં પણ બેલેટ પેપરથી વોટિંગ કરવામાં આવ્યું હતું. આ બન્ને રાજ્યોમાં કોંગ્રેસની શરમજનક રીતે હાર થઈ છે. વાત છે ત્રિપુરામાં અને આસામમાં યોજાયેલી ચૂંટણીની. અહીંની ચૂંટણીમાં પણ NDAએ દમદાર પ્રદર્શન કર્યું હતું. 

સ્થાનિક પાર્ટીનો મોટો વિજય

ત્રિપુરા ચૂટણીપંચના રિપોર્ટ અનુસાર આ ચૂંટણીમાં NDAએમાં સામેલ ટિપરા મોથા પાર્ટીએ ઐતિહાસિક જીત હાંસલ કરી છે. વિલેજ કમિટીની સૌથી મોટી રાજકીય શક્તિ આ ચૂંટણીમાં ઊભરી આવી છે. આ ચૂંટણી 587 વિલેજ કમિટીમાં થયા હતા, જેમાં 2634 ચૂંટણી વિસ્તાર તથા 4597 બેઠક પર ચૂંટણ થઈ હતી. આ ચૂંટણીમાં બેલેટ પેપરની મદદથી મતદાન કરવામાં આવ્યું હતું. 

એક નોમિનેશન બાદ 167 વિલેજ કમિટીને જાહેર કરવામાં આવી હતી, જેમાંથી 1644 બેઠક સામેલ હતી. આ સિવાય ત્રણ બેઠક ખાલી રહી હતી. આ પછી 4594 બેઠક પર મતદાન કરવાની ફરજ ઊભી થઈ હતી. આ ચૂંટણીમાં પાર્ટી ટિપરા મોથાએ 3428 બેઠક હાંસલ કરી છે. આશરે 74.62 ટકાવારી છે, જ્યારે ભાજપ 859 બેઠક પર બીજા ક્રમે રહી છે. ટિપરા મોથા અને ભાજપે મળીને અહીંયા 94 ટકા બેઠક પર કબજો કરી લીધો અને ઐતિહાસિક જીત હાસલ કરી છે. 

કોંગ્રેસને માત્ર 2 જ બેઠક

આ ચૂંટણીમાં અપક્ષે પણ 173 બેઠક જીતી હતી. જ્યારે વિપક્ષની વાત કરવામાં આવે તો CPI (M)એ 87 બેઠક જીતી હતી. જ્યારે IPTFએ 33 બેઠક જીતી હતી. જ્યારે કોંગ્રેસ માત્ર 14 બેઠક પર જ સમેટાઈ ગઈ હતી. આ સિવાય આસામના સિલચરમાં પણ યોજાયેલી નગર નિગમની ચૂંટણીમાં NDAની જીત થઈ છે. અહીંયા 42માંથી 34 બેઠકો પર જીત મળી છે જ્યારે કોંગ્રેસ માત્ર 2 બેઠક પર સમેટાઈ ગઈ હતી. જ્યારે અપક્ષને 6 બેઠક પર મોટી જીત મળી છે. 

એકબાજુ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન અને રેલી યોજી રહી છે તો બીજી તરફ અનેક એવા રાજ્યોમાંથી કોંગ્રેસની સ્થિતિ કફોડી થતી જાય છે. આવી સ્થિતિ હવે આગામી વર્ષે અનેક એવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે ત્યારે ફરીવાર કોંગ્રેસ કોઈ નવી પોલિસી સાથે એવું આ ચિત્ર પરથી કહી શકાતું નથી.