ભોપાલઃ નવરાત્રી પર્વ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભોપાલમાં મુફ્તિ મોહમ્મદ ગુફરાન ખાન નદવીએ નોરતા દરમિયાન થનારા ગરબા મહોત્સવમાં મુસ્લિમ યુવાનોને ભાગ લેવાને લઈ સલાહ આપી છે. તેમણે મુસ્લિમ યુવાનોને સલાહ આપી છે કે, ગરબા રમવા એ હરામ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને મુફ્તિ મોહમ્મદ ગુફરાને કહ્યું કે, જ્યારે મને પૂછવામાં આવ્યું કે, ગરબામાં મુસ્લિમોએ જવું જોઈએ કે નહીં, એ સમયે મેં જવાબ આપ્યો હતો કે, એ હરામ છે.
સોશિયલ મીડિયા પરનો વીડિયો ચર્ચામાં
મધ્ય પ્રદેશના મહાનગર ભોપાલમાં બુધવારે રાત્રે મુફ્તિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, જે ગરબા અથવા કોઈ હિંદુ રસમ હયો છે એમાં મુસ્લિમ છોકરાઓનું જવું એ હરામ છે. હું એટલું જ કહીશ કે, જે ફતવો હોય છે એ હરામથી ખાલી નથી. મુસ્લિમ પોતે જ એટલો ખુબસરત છે. એનો ઓરા પણ એટલો જ મજબૂત છે. તેમની શ્રદ્ધા એટલી પવિત્ર છે કે લોકો મસ્જિદના પ્રવેશદ્વારની બહાર એકઠા થવા મજબૂર બને છે. તેમણે લોકોને પૂછ્યું કે શું આવું ક્યારેય બને છે ખરું, બીજે ક્યાં મસ્જિદના દરવાજા પર તહેવાર ઉજવવામાં આવે છે? તેઓ ખરેખર લાચાર છે અને તેમની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. વજુ કરીને અંદર આવો અને સંપૂર્ણ રીતે સ્નાન કરીને મસ્જિદની અંદર આવો. અલ્લાહ તમને નમાજ અદા કરવાની વધુ સારી ક્ષમતા આપે. તમે દરવાજા સુધી તો પહોંચી જ ગયા છો. 'ઇન્શાઅલ્લાહ' તમે અંદર પણ પહોંચી જશો.
સવાલ-જવાબ કર્યા
આખરે, એક સમય એવો હતો જ્યારે તમે મસ્જિદના દરવાજા સુધી પણ આવતા નહોતા, છતાં હવે તમે તે સ્થિતિ સુધી પહોંચી રહ્યા છો. તમે સ્વીકારો છો કે, તમે બધા જાતે જ આટલી સુંદર નમાઝ અદા કરી રહ્યા છો—તો અમને કેમ આમંત્રણ ન આપ્યું? નોરતા દરમિયાન સમગ્ર દેશમાં ગરબા માટેના મોટા આયોજન થાય છે. ભોપાલમાં ગરબા અને દાંડિયાના કાર્યક્રમને લઈ તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ આયોજનમાં મોટી સંખ્યામાં યુવાવર્ગ જોડાય છે.
આયોજનો તથા હિન્દુ સંગઠન તરફથી ગરબના કાર્યક્રમમાં સામેલ થનારા લોકોની ઓળખને લઈ એલર્ટ રહેવાની વાત સામે આવી છે. કેટલાક હિન્દુ સંગઠને વાંધો ખાસ કરીને મુસ્લિમ યુવકોના ગરબામાં સામેલ થવા પર ઊઠાવ્યો છે. એવામાં મુફ્તિનું આ પ્રકારનું નિવેદન સમગ્ર ભોપાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. માત્ર ભોપાલ જ નહીં આ પહેલા હૈદરાબાદમાંથી પણ આ અંગેનો વિષય સામે આવ્યો હતો. જેમાં અસદુદ્દિન ઔવેસીએ પોતાનું નિવેદન આપ્યું હતું.