ઈન્ડિયન રેલવેએ દુનિયાના સૌથી વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. સમયની સાથે ભારતીય રેલવેનો ચહેરો મહોરો બદલાઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં અનેક વખત પ્રવાસીઓની ન બદલાયેલી માનસિકતા જોઈને તકલીફ થાય એ સ્વાભાવિક છે. હાલમાં સોશિયલ મીડિયા પર રેલવેનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે આ વીડિયોને કારણે પ્રવાસીઓની સુરક્ષા અને સિવિક સેન્સ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ચાલો જોઈએ એવું તે શું ખાસ છે આ વીડિયોમાં...
ઈન્ડિયન રેલવેમાં ભીડ એ કોઈ નવી સમસ્યા નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલાં એક તાજેતરના વીડિયોએ સુરક્ષા અને લોકોની સિવિક સેન્સ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ટ્રેનના સ્લીપર કોચમાં જે રીતે જનરલ ટિકિટ ધરાવતા મુસાફરો બારી વાટે ઘૂસી રહ્યા છે, તે દ્રશ્યો જોઈને કોઈપણ હેરાન રહી જાય તેવા છે.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેન ઉભી રહેતા જ પ્લેટફોર્મ પર હાજર ભીડ બેકાબૂ બની જાય છે. કોઈ પણ પ્રકારના ડર વગર એક વ્યક્તિ સ્લીપર કોચની ઈમરજન્સી બારી ખોલી નાખે છે અને ત્યારબાદ જાણે ઘોડાપૂર આવ્યું હોય તેમ લોકો પોતાના સામાન સાથે અંદર કૂદવા લાગે છે.
Civic sense seems banned in India.
— Believer (@PredatorVolk) April 16, 2026
How can general passengers occupy seats meant for sleeper class? pic.twitter.com/r0sbU4C55Q
પ્રવાસીઓને સાવ એટલી સાદી સમજ તો હોવી જ જોઈએ કે ટ્રેનમાં રહેલી ઈમર્જન્સી વિન્ડો માત્ર કટોકટીના સમયે બહાર નીકળવા માટે હોય છે અને આ વિન્ડોનો ઉપયોગ લોકો ટ્રેનમાં અંદર પ્રવેશવા માટે કરી રહ્યા છે.
વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે કે આ બારી પાસે બેઠેલી એક મહિલા આ અચાનક થયેલા હુમલા જેવી સ્થિતિથી ગભરાઈને પોતાની સીટ પરથી ઉભી થઈ જાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ વીડિયો શેર કરનાર યુઝરે લખ્યું કે, "ભારતમાં સિવિક સેન્સ પર પ્રતિબંધ હોય તેવું લાગે છે. જનરલ કોચના પ્રવાસીઓ આમ સ્લીપર ક્લાસની સીટ પર કઈ રીતે કબજો કરી શકે?
અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો હજારો લોકો જોઈ ચૂક્યા છે અને નેટિઝન્સ આ વીડિયો જોઈને પ્રવાસીઓની સુરક્ષા અને સિવિક સેન્સ સામે સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...