(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન અને એનએચએક મેડિકલ કોલેજ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (એસવીપી હોસ્પિટલ) ખાતે તબીબી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ હતી. હોસ્પિટલના કુશળ તબીબો દ્વારા માત્ર 1.5 વર્ષના માસૂમ બાળક પર 'ઓઈસોફેજિયલ એટ્રેસિયા' નામના અત્યંત દુર્લભ અને જન્મજાત રોગ માટે જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ સફળ ઓપરેશનને પરિણામે તબીબી જગતમાં એસવીપી હોસ્પિટલનું ગૌરવ વધ્યું છે અને બાળકના પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા NHL મેડિકલ કોલેજ સંચાલિત SVP Hospital ખાતે તબીબી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. SVP હોસ્પિટલ ખાતે 1.5 વર્ષના બાળક પર દુર્લભ જન્મજાત રોગ Oesophageal Atresia માટે જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે, જેના પરિણામે બાળકને 18… pic.twitter.com/CNoLdo2jnH
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) April 17, 2026
આ સર્જરી બાળકના જીવનમાં એક મોટું પરિવર્તન લઈને આવી હતી, કારણ કે આ ગંભીર બીમારીને કારણે બાળક જન્મથી જ મોઢેથી ખોરાક લઈ શકતું નહોતું. જટિલ શસ્ત્રક્રિયા બાદ, પૂરા 18 મહિનાના લાંબા અંતરાલ પછી પ્રથમ વખત બાળકને મોઢેથી ખોરાક ખવડાવવો શક્ય બન્યો હતો. અત્યાધુનિક સુવિધાઓ અને નિષ્ણાત તબીબોની મહેનતને કારણે આ અશક્ય લાગતું કાર્ય શક્ય બન્યું છે, જે સરકારી સંચાલિત હોસ્પિટલોની ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવારનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે.