Tue Apr 21 2026

Logo

ફિલ્મ રાજા શિવાજીથી ડેબ્યુ કરશે આ સ્ટાર કિડ, મમ્મી-પપ્પા છે ઈન્ડસ્ટ્રીના નામી સેલિબ્રિટી, દાદાજીનો હતો પોલિટિક્સમાં દબદબો...

2026-04-21 15:50:45
Author: Darshana Visaria
Article Image

રિતેશ દેશમુખ અને જેનિલીયા ડિસોઝા બોલીવૂડ અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી પ્રિય કપલમાંથી એક છે. ગઈકાલથી સોશિયલ મીડિયા પર રિતેશ અને જેનેલિયાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ફિલ્મ રાજા શિવાજીના ટ્રેલર લોન્ચ ઈવેન્ટનો છે જેમાં જેનેલિયા અને રિતેશ દેશમુખ એકદમ ભાવુક થઈને રડી પડતાં જોવા મળી રહ્યા છે. જોકે, અત્યારે આપણે વાત કરીશું આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટથી ડેબ્યુ કરનારા સ્ટાર કિડની. સોશિયલ મીડિયા પર આ સ્ટાર કિડની પણ એટલી જ ચર્ચા થઈ રહી છે. આ સ્ટાર કિડ એટલે રિતેશ અને જેનેલિયાનો દીકરો રાહિલ. રાહિલના ડેબ્યૂએ સૌને ચોંકાવી દીધા છે.

2026ની મોસ્ટ અવેઈટેડ હિસ્ટોરિકલ ફિલ્મ 'રાજા શિવાજી' માત્ર એક ફિલ્મ નથી, પણ દેશમુખ પરિવાર માટે એક ભાવનાત્મક સફર છે. વાત કરીએ ફિલ્મના ટ્રેલરની તો ટ્રેલરની શરૂઆત થાય છે રાહિલ દેશમુખની એક શક્તિશાળી ઝલકથી થાય છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Riteish Deshmukh (@riteishd)

તમારી જાણકારી માટે આ ફિલ્મમાં રાહિલ છત્રપતિ શિવાજી મહારાજના બાળપણની ભૂમિકા ભજવી રહ્યો છે. ટ્રેલરમાં તેને 'સ્વરાજ્ય' વિશે વાત કરતા જોઈ શકાય છે, જે પ્રેક્ષકોમાં રોમાંચ પેદા કરે છે. ત્યારબાદ વાર્તા આગળ વધે છે અને યુવાનથી લઈને પુખ્ત વયના મહારાજનું પાત્ર રિતેશ દેશમુખ પોતે ભજવી રહ્યો છે.

રિતેશ દેશમુખ, જેનેલિયા દેશમુખ સ્ટારર આ ફિલ્મમાં ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક મોટા મોટા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મમાં સંજય દત્ત, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન પણ જોવા મળશે. આ સિવાય મહેશ માંજરેકર, બોમન ઈરાની, ભાગ્યશ્રી, ફરદીન ખાન અને જિતેન્દ્ર જોશી જેવા મંજાયેલા કલાકારો ફિલ્મમાં પ્રાણ ફૂંકશે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)

ટ્રેલર લોન્ચિંગ દરમિયાન રિતેશ દેશમુખ પોતાના સ્વર્ગસ્થ પિતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખને યાદ કરીને અત્યંત ભાવુક થઈ ગયો હતો. રિતેશને રડતો જોઈ પત્ની જેનિલીયાની આંખો પણ ભીની થઈ ગઈ હતી. રિતેશ માટે આ ફિલ્મ મહારાષ્ટ્રની માટી અને તેના પિતાના સંસ્કારોનું પ્રતીક છે.