Wed Oct 07 2026

Logo

ઇલા આરબ મહેતાની ‘બત્રીસ પૂતળીની વેદના’ ગુજરાતની પહેલી મહિલાલક્ષી નવલકથા હતી...

2026-10-07 15:16:35
Author: Vimal Prajapati
ઇલા આરબ મહેતાની ‘બત્રીસ પૂતળીની વેદના’ ગુજરાતની પહેલી મહિલાલક્ષી નવલકથા હતી...

અમદાવાદઃ ગુજરાતી ભાષાના અગ્રણી સર્જક ગણાતા ઇલા આરબ મહેતાનું આજે દુઃખદ નિધન થયું છે. તેમના પુત્ર ડો. સલિલ મહેતાએ ઇલાબેનના નિધનના સમાચારની પુષ્ટી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઇલા આરબ મહેતાએ ગુજરાતી ભાષામાં ખૂબ જ લેખન કર્યું છે. તેમના ગુજરાતી સાહિત્યની ખૂબ જ વખાણ થતાં હતાં. ખાસ કરીને ‘બત્રીસ પૂતળીની વેદના’ જેવી યાદગાર રચનાના સર્જક ઇલા આરબ મહેતા ગુજરાતી સાહિત્યમા એક નવી તાજગી લાવનારા લેખિકા તરીકે જાણીતા હતા.

2018ના દર્શક પારિતોષિકથી સન્માન કરવામાં આવ્યું હતું

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ‘બત્રીસ પૂતળીની વેદના’ માટે ઇલા આરબ મહેતાને 2018ના દર્શક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમના જીવન અને કવનની વાત કરવામાં આવે તો ઇલાબેન પોતે અધ્યાપિકા રહેલા છે. તેમણે 19 જેટલી નવલકથાઓ અને છ જેટલા વાર્તાસંગ્રહો આપ્યાં છે. તેમાથી 2011માં પ્રકાસિત થયેલ ‘વાડ’ નવલકથાનો રીટા કોઠારીએ ‘ધ ફેન્સ’નામે અનુવાદ પણ કરેલ છે. તેમના સહિત્યામાં ગુજરાતી ભાષાની અદભૂત છટા જોવા મળે છે. 

સૌથી મહત્વની વાત એ છે કે, ઇલાબેન દ્વારા જેટલુ સાહિત્ય લખવામાં આવ્યું છે તેમાં સૌથી વધારે મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ પ્રદાન હોય તો તે છે 1982માં લખાયેલી ‘બત્રીસ પૂતળીની વેદના’ નવલકથા છે. આ નવલકથાને ગુજરાતી સાહિત્યની પહેલા નારીલક્ષી નવલકથા તરીકે સ્વીકૃત કરવામા આવી હતી. 

‘બત્રીસ પૂતળીની વેદના’ એ નવલકથા છે જેમાં લાઘવપૂર્ણ પ્રભાવકતા છે. ‘બત્રીસ પૂતળીની વેદના’ માટે વરિષ્ઠ વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળાએ નોંધ્યું હતું કે,‘ગુજરાતી સાહિત્યમાં નારીને સ્વતંત્ર વ્યક્તિ તરફ દોરતી, નારીની સંપ્રજ્ઞતા દર્શાવતી, પોતાના અધિકાર પરત્વે નારીને જાગૃત કરતી અને નારી અંગેના સામાજિક-આર્થિક અત્યાચારને કેન્દ્રમાં લાવતી આ પહેલી નારીલક્ષી નવલકથા છે.’ 

982માં પ્રકાશિત થઈ હતી ‘બત્રીસ પૂતળીની વેદના’ 

આ નવલકથાની વાત કરવામાં આવે તો, આ સર્વપ્રથમ વર્ષ 1982માં પ્રકાશિત થઈ હતી. તે 'જન્મભૂમિ' પત્રમાં ધારાવાહિક રૂપે પણ પ્રગટ થઈ હતી. તેના પ્રકાશન માટે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ જોડાયેલું છે. તેના વિષયવસ્તુની વાત કરવામાં આવે તો, આ નવલકથામાં અનુઆધુનિક નારીચેતના અને સ્ત્રી સંઘર્ષને વાંચા આપવામાં આવી છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ પર થતા સામાજિક અન્યાય, વિધવાત્વની પીડા, નિઃસંતાન હોવાનું મણા અને સ્ત્રીઓના બેવડા જીવનની વેદનાને પિતૃસત્તાક વ્યવસ્થા સામે પડકારીને રજૂ કરવામાં આવી છે. 

નવલકથાનું મુખ્ય પાત્ર અનુરાધાછે. જે 'આર્યનારી હિતવર્ધક મંડળ'ની શતાબ્દી માટે એક નાટક લખે છે અને તેના દ્વારા સ્ત્રીઓની વ્યથા ઉજાગર કરે છે. અન્ય પાત્રોની વાત કરીએ તો તેમાં, રેખા, વિનોદિની, છાયા અને વિભાવરી જેવા અન્ય નારી પાત્રો છે, જેમને પૌરાણિક પાત્રો જેવા કેકેયી, કૌશલ્યા, સીતા અને મંથરાના આધુનિક સંદર્ભો સાથે જોડીને સ્ત્રી સંવેદના આલેખવામાં આવી છે.

વર્ષ 2020માં આ નવલકથા આધારિત ડી.ડી. ગિરનાર પર 'ઉંબરને પાર' શીર્ષકથી ધારાવાહિક (ટીવી સીરિયલ) પ્રસારિત થઈ હતી, જેની પટકથા અને સંવાદ વર્ષા અડાલજા દ્વારા લખાયા હતા. પ્રખ્યાત વિવેચક ચંદ્રકાંત ટોપીવાળાએ આ કૃતિને ગુજરાતી સાહિત્યની પ્રથમ નારીલક્ષી નવલકથા તરીકે બિરદાવી હતી. આ જ નવલકથાની સાહિત્યિક ઊંચાઈ અને લેખિકાના પ્રદાન માટે તેમને 2018નો પ્રતિષ્ઠિત 'દર્શક એવોર્ડ' એનાયત થયો હતો.

ઇલા આરબ મહેતાની જાણીતી કૃતિઓ કઈ કઈ?

જાણીતી કૃતિઓમાં ‘ત્રિકોણની ત્રણ રેખાઓ’, ‘રાધા’, ‘થીજેલો આકાર’, ‘એક હતા દીવાનબહાદુર’, બત્રીસ લક્ષણો, ‘બત્રીસ પૂતળીની વેદના’, ‘પાંચ પગલાં પૃથ્વી પર’, ‘પરપોટાની પાંખ’, વારસદાર, આવતી કાલનો સૂરજ, મૃત્યુ, દરિયાનો માણસ, વસંત છલકે, નાગ પરીક્ષા, ધ ન્યૂ લાઇફ, ઝીલી મેં કુંપળ હથેળીમાં અને વાર્તાસંગ્રહ ‘એક સિગારેટ, એક ધૂપસળી’ સહિતની બીજી કૃતિઓ સામેલ છે.