Sat Apr 25 2026

Logo

ચોરીના ઇરાદે આવેલ સગીર યુવક લોખંડની જાળીમાં ફસાયો, લોકોએ ઉતાર્યો વીડિયો

2026-04-24 13:48:00
Author: Vimal Prajapati
Article Image

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ચોરીની એક અનોખી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘૂસેલો એક સગીર યુવક લોખંડની ગ્રિલ અને દિવાલ વચ્ચે ફસાઈ ગયો હતો. શાલીમાર ગાર્ડન વિસ્તારમાં આ ઘટના બની હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મામલે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

શું હતી આ સમગ્ર ઘટના? 

ઘટનાન વાત કરવામાં આવે તો, ગાઝિયાબાદમાં એક પરિવાર ઘરને તાળું લગાવીને બહાર ગયો હતો. આ દરમિયાન એક છોકરો ચોરી કરવાના ઈરાદે ઘરમાં જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ ગલીમાં લોકોની હરકત જોઈને તે ચોરી કર્યા વિના ભાગવાનો પ્રયાસ કરતો હતો, ત્યારે ગ્રિલના ગેપમાં તે ફસાઈ ગયો હતો. સ્થાનિકોએ તેનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે છોકરીને તે જાળીમાંથી બહાર કાઢ્યો અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. 

સૂત્રો જણાવ્યાં પ્રમાણે પોલીસે પહેલા આ છોકરીની તપાસ કરી અને મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. ઘરમાં કોઈ ચોરી ન થયા કારણે મકાન માલિકે પણ ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી. બીજું આ છોકરો સગીર હતો અને કોઈ ઘરમાં ચોરી કે નુકસાન પણ થયું ના હોવાના કારણે ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો હતો.આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. નશા અને ગુનાહી રમતોના જોખમ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ ઉદાહરણ બની છે.