Fri Apr 17 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનો યુ-ટર્ન, કહ્યું તેને સુરક્ષિત કરવાની જવાબદારી અમેરિકાની નથી

Washington DC   2026-04-01 15:46:00
Author: chandrakant Kanoja
Article Image

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ સતત ચાલી રહ્યું છે. જેમાં ઈરાને  વૈશ્વિક ઉર્જા માટે મહત્વના એવો  હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે. તેમજ હવે ત્યાંથી પસાર થનારા જહાજને ફરજિયાત ટેકસ આપવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેવા સમયે હવે અમેરિકાએ  હોર્મુઝ સ્ટ્રેટ  અંગે  તેના વલણને બદલ્યું છે. તેમજ જે પહેલા  હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો કરવાની વાત કરતું હતું તે અમેરિકા હવે પીછેહઠ કરતું નજરે પડે છે. અમેરિકાના 
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે  સ્પષ્ટ કર્યું છે કે  હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત કરવાની જવાબદારી અમેરિકાની નથી

ટ્રમ્પે સાથી દેશો પર પ્રહારો કર્યા

ડોનાલ્ડ ટ્રમ્પે સાથી દેશો અંગે આકરું નિવેદન આપ્યું છે. તેમણે  ઈરાન સામેના સંઘર્ષમાં ઓછો રસ દાખવનારા દેશો પર ટિપ્પણી કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત કરવાની જવાબદારી અમેરિકાની નથી. આ વાતચીત દરમિયાન  ટ્રમ્પે એવા સંકેતો પણ આપ્યા હતા કે  અમેરિકન લશ્કરી કાર્યવાહી બે થી ત્રણ અઠવાડિયામાં પૂર્ણ થઈ શકે છે.


જળમાર્ગને ખુલ્લો રાખવાની જવાબદારી તેના પર નિર્ભર દેશોની

પત્રકારો સાથે વાત કરતા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આ મહત્વપૂર્ણ જળમાર્ગને ખુલ્લો રાખવાની જવાબદારી તેના પર નિર્ભર દેશોની છે. આ અમારું કામ નથી. ટ્રમ્પે ટિપ્પણી કરી હતી કે આ ફ્રાન્સનું કામ છે અને આ સ્ટ્રેટનો ઉપયોગ કરનારાઓનું કામ છે. આ  અગાઉ  એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે ચેતવણી આપી હતી કે ઈરાને વેપાર માટે હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ફરીથી ખોલવો જોઈએ અને સમાધાન કરવું જોઈએ. તેમજ કરવામાં નહિ આવે તો ઈરાન પર વધુ હુમલા કરવામાં આવશે.