Fri Apr 17 2026

Logo

અમેરિકાએ કહ્યું અમે ઈરાનની 80 ટકા એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો

washington dc   2026-04-08 21:34:27
Author: Chandrakant Kanoja
Article Image

Pete Hegseth


વોશિંગ્ટન: ઈરાન સાથે યુદ્ધવિરામ અંગે અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે બુધવારે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ક્ષણ શક્ય બનાવી છે. તેમજ કહ્યું છે કે ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકા અને ઇઝરાયલે તેમના બધા ઉદ્દેશ્યો હાંસલ કર્યા છે.  તેમજ આ યુદ્ધમાં અમેરિકાએ ઈરાનની 80 ટકા એર ડિફેન્સ સિસ્ટમને બરબાદ કરી નાખી છે. 

અમેરિકાએ માત્ર 10 ટકા લશ્કરી ક્ષમતાનો ઉપયોગ કર્યો 

આ ઉપરાંત હેગસેથે જણાવ્યું હતું કે  40 દિવસથી ઓછા સમયમાં અમેરિકાએ માત્ર 10 ટકા લશ્કરી ક્ષમતાનો ઉપયોગ કરીને વિશ્વની સૌથી મોટી સેનાઓમાંની એકને તોડી પાડી છે. તેમજ ઈરાન સંપૂર્ણપણે અસમર્થ સાબિત થયું છે.

ઓપરેશન એપિક ફ્યુરીએ ઈરાનની સેનાને સંપૂર્ણપણે બરબાદ કરી દીધી

તેમજ કહ્યું હતું કે, ઈરાને યુદ્ધવિરામની વિનંતી કરી હતી.  ઓપરેશન એપિક ફ્યુરી એ યુદ્ધભૂમિ પર એક ઐતિહાસિક અને શાનદાર વિજય છે. ઓપરેશન એપિક ફ્યુરીએ ઈરાનની સેનાને સંપૂર્ણપણે બરબાદ કરી દીધી છે. જેના કારણે તે આવનારા ઘણા વર્ષો સુધી યુદ્ધમાં બિનઅસરકારક બની ગઈ છે.

યુદ્ધ જહાજને ફરીથી બનાવવામાં ઈરાનને વર્ષો લાગશે

અમેરિકાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના જનરલ ડેન કેને જણાવ્યું હતું કે દેશના સશસ્ત્ર દળોએ ઈરાનમાં 13,000 થી વધુ લક્ષ્યો પર હુમલા કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકાની  ઈરાનની 80 ટકા હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ તેના પરંપરાગત કાફલાના 90 ટકાથી વધુ અને તેના 90 ટકા શસ્ત્ર ફેક્ટરીઓનો નાશ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ મોટા યુદ્ધ જહાજને ફરીથી બનાવવામાં ઈરાનને વર્ષો લાગશે.