Fri Apr 17 2026

Logo

ઈરાન ગમે ત્યારે સરેન્ડર કરશે: G7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, હોર્મુઝની ખાડી પર અમેરિકાની બાજ નજર

Washington   2026-03-13 19:45:13
Author: Mumbai Samachar Team
Article Image

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે G7 રાષ્ટ્ર સાથે એક મહત્ત્વની વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાન હવે શરણાગતી સ્વીકારી લેશે.અમેરિકાના મીડિયા રીપોર્ટમાંથી આ વિગત સામે આવી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે,ઈરાનની સ્થિતિ નબળી પડી રહી છે. યુદ્ધનું પરિણામ હવે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. જોકે, આ પ્રકારના દાવા બાદ અમેરિકાના વ્હાઈટ હાઉસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જોવા મળી નથી. 

ઓનલાઈન બેઠક યોજાઈ

G7ના રાષ્ટ્ર સાથે યોજાયેલી બેઠકમાં ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે,અમે દુનિયાના લોકોને નુકસાન કરનારા રોગ એવા કેન્સરને ખતમ કરી દીધો છે. આ દરમિયાન તેમણે ઈરાન સામેના ઑપરેશન એપિક ફ્યૂરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઈરાન પાસે હાલમાં કોઈ સુપ્રીમ નેતા નથી, તેથી ત્યાં કોઈ એવો વ્યક્તિ નથી જે અધિકારિક રીતે આત્મસમર્પણનું એલાન કરી શકે.મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને આશરે બે અઠવાડિયાનો સમય થઈ ચૂક્યો છે. ઈરાન અમેરિકા વચ્ચે ડ્રોન તેમજ મિસાઈલ હુમલો હજું પણ ચાલું છે. ટ્રમ્પે ઈરાનના નેતાઓ અંગે નિવેદન આપીને એમને પાગલ અપરાધી કહી દીધા હતા. એવું પણ કહ્યું કે, આવા નેતાઓને ખતમ કરવા એ એક સન્માનની વાત છે. 

28 ડ્રોન તોડી પાડવામાં આવ્યા

યુદ્ધના માહોલ વચ્ચે વાવડ એવા પણ મળી રહ્યા છે કે, અમેરિકાના રક્ષામંત્રીએ દાવો કર્યો હતો કે, ઈરાનના નવા સુપ્રીમો મજ્તબા ખામનેઈ યુદ્ધમાં ઈજાગ્રસ્ત થયા છે, એમનો ચહેરો પણ બગડી ગયો છે. અમેરિકા ફરી એકવાર ઈરાન પર હુમલો કરશે. અમેરિકા હોર્મુઝ ક્રિક પર સતત નજર રાખી રહ્યું છે. હોર્મુઝમાંથી પસાર થતા જહાંજને જોખમમાં મૂકતી મિસાઈલ અને ઈરાન તરફથી સુરંગ બનાવતા પ્રોજેક્ટ પર અમેરિકા ટાર્ગેટ કરશે. એટલો પ્રચંડ હુમલો કરીશું કે, દુનિયા આ યુદ્ધને યાદ રાખશે. બીજી તરફ સાઉદ અરેબિયાએ દાવો કર્યો હતો કે, ઈરાન તરફથી 28 જેટલા ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે.