Tue Apr 21 2026

Logo

એપ્રિલ મહિનાના અંતમાં બની રહ્યો બુધાદિત્ય રાજયોગ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી... જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-04-21 16:56:25
Author: Darshna Visaria
Article Image

વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી અનુસાર, 30મી એપ્રિલના રોજ ગ્રહોના રાજા સૂર્ય અને બુદ્ધિ, વાણી અને વેપારના કારક તેમ જ ગ્રહોના રાજકુમાર બુધ એક સાથે મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. પરિણામે મેષ રાશિમાં બુધ અને સૂર્યની યુતિ થઈ રહી છે, જેને કારણે બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. એપ્રિલ મહિનાના અંતમાં બની રહેલો બુધાદિત્ય રાજયોગ કેટલીક રાશિઓ માટે સફળતાના નવા દ્વાર ખોલશે. ચાલો જાણીએ કે, આ બુધાદિત્ય રાજયોગ કઈ ચાર રાશિઓ માટે ખૂબ જ લાભકારી સાબિત થશે.

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, જ્યારે કોઈ જાતકની કુંડળીના કોઈ ભાવમાં સૂર્ય અને બુધનું એકબીજા સાથે મિલન થાય છે, ત્યારે આવી સ્થિતિમાં બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થાય છે. આ વખતે આ બુધાદિત્ય રાજયોગ મેષ રાશિમાં બનશે, તેથી તેનો પ્રભાવ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. તેનું કારણ એ છે કે, મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ બુધાદિત્ય રાજયોગ 4 રાશિના જાતકો માટે ખૂબ જ અનુકૂળ અને લાભદાયક માનવામાં આવે છે. ચાલો જાણીએ આ બુધાદિત્ય રાજયોગ કઈ 4 રાશિના જાતકોને અપાર લાભ અને સુખ-સમૃદ્ધિ આપશે.

મેષઃ

જ્યોતિષીય ગણતરી અનુસાર, સૂર્ય-બુધની આ યુતિ તમારી જ રાશિના લગ્ન ભાવમાં થઈ રહી છે, તેથી તેનો સૌથી વધુ લાભ તમને મળશે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે અને સમાજમાં તમારું કદ વધશે. કાર્યસ્થળ પર તમારી નિર્ણય લેવાની ક્ષમતાની પ્રશંસા થશે. નેતૃત્વની નવી તકો મળી શકે છે અને સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા કાર્યોમાં સફળતા મળવાના પ્રબળ યોગ છે.

કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે આ રાજયોગ તમારા દસમા ભાવ (કર્મ ભાવ)માં બની રહ્યો છે. આવી સ્થિતિમાં નોકરીયાત જાતકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં રોકાણ કરવા માટે આ સમય ખૂબ જ ઉત્તમ છે. પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલો કોઈ જૂનો વિવાદ ઉકેલાઈ શકે છે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારા કામની વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નોંધ લેવામાં આવશે, જેનાથી મન પ્રસન્ન રહેશે.

સિંહઃ

સિંહ રાશિનો સ્વામી સ્વયં સૂર્યદેવ છે અને આ યોગ તમારા 9મા ભાવ (ભાગ્ય ભાવ)માં બની રહ્યો છે. તેથી લાંબા સમયથી અટકેલા કામ હવે અચાનક ગતિ પકડવા લાગશે. ધર્મ-કર્મમાં રુચિ વધશે અને કોઈ લાંબા અંતરની સુખદ યાત્રાના યોગ બનશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અથવા વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ સમય 'ગોલ્ડન પિરિયડ' સાબિત થશે.

ધનઃ

ધન રાશિના જાતકો માટે બુધાદિત્ય યોગ 5મા ભાવ (શિક્ષણ અને સંતાન)માં બનશે. આ રાજયોગના પ્રભાવથી આવકના નવા સ્ત્રોત બનશે. જો તમે પહેલા ક્યાંય રોકાણ કર્યું હોય, તો હવે તેનો લાભ મળી શકે છે. તમારી બુદ્ધિ ખૂબ જ તેજ રહેશે, જેનાથી તમે મુશ્કેલ સમસ્યાઓનો ઉકેલ સરળતાથી શોધી શકશો. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે, જેનાથી ઘરનું વાતાવરણ ખુશહાલ રહેશે.

વધુ જુઓ...