તેહરાન: અમેરિકા અને ઇઝરાયલના ઇરાન પર હવાઈ હુમલા પછી મિડલ ઈસ્ટમાં હવાઈ સેવા ખોરવાઈ છે. આ હુમલાના કારણે ઇરાન પરથી જતી દરેક ફ્લાઈટને રોકી દેવામાં આવી છે, અથવા તો અન્ય રૂટ પર ડાયવર્ટ કરી દેવામાં આઈવી છે. આ હવાઈ વિસ્તારો બંધ થવાથી વૈશ્વિક એરલાઇન્સોએ ફ્લાઇટ્સ રૂટ બંધ કરવા પડ્યારી અથવા રૂટ બદલ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, લુફ્થાન્સા (Lufthansa), એરફ્રાન્સ (Aircraft), એર ઇન્ડિયા (Air India), ઇન્ડિગો (Indigo) અને ફ્લાઇડુબઈ (flydubai) જેવી કંપનીઓએ મધ્ય પૂર્વ રૂટ્સ પર હવાઈ સેવા બંધ કરી છે.
યુદ્ધની સ્થિતિના કારણે હવાઈ સેવામાં ભારે વિક્ષેપ
આજે ઇઝરાયલે ઇરાનમાં અનેક જગ્યાઓ પર હુમલા કર્યા છે, આ સાથે અમેરિકાએ પણ વ્યાપક કાર્યવાહી શરૂ કરી, જેના જવાબમાં ઇરાને મિસાઇલો ફાયર કરી હોવાના અહેવાલો પ્રકાશમાં આવ્આં છે. આ યુદ્ધની સ્થિતિના કારણે હવાઈ સેવામાં ભારે વિક્ષેપ પડ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇરાનના હવાઈ વિસ્તારમાં વિમાનોની સંખ્યા લગભગ શૂન્ય થઈ ગઈ છે. ઇઝરાયલે તમામ વેપારી ફ્લાઇટ્સ બંધ કરી અને ટેલ અવીવ એરપોર્ટ બંધ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
ईरान में अमेरिका और इज़राइल के हमलों के बाद एयरस्पेस क्लियर किया जा रहा है उसका वीडियो
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) February 28, 2026
Video_ @flightradar24#Abudhabi #TelAviv #doha #Iran #Israel #Bharat #airstrike #airspace pic.twitter.com/xaUynBmi2w
લુફ્થાન્સાએ દુબઈ, તેલ અવીવ, બૈરુત અને ઓમાનની ફ્લાઇટ્સ રદ્દ કરી
જર્મનીની લુફ્થાન્સાએ દુબઈ, તેલ અવીવ, બૈરુત અને ઓમાનની ફ્લાઇટ્સ 7 માર્ચ સુધી રદ્દ કરી દીધી છે. આ સાથે એરફ્રાન્સે તેલ અવીવ અને બૈરુતની સેવા બંધ કરી દીધી છે. જ્યારે વિઝ એર (Wizz Air)એ ઇઝરાયલ, દુબઈ, અબુધાબી અને અમ્માનની ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. ભારતીય કંપનીઓ એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ મધ્ય પૂર્વમાં જતી ફ્લાઈટો રદ્દ કરી દીધી છે. સંયુક્ત આરબ અમીરાતે સાવચેતીના ભાગ રૂપે આંશિક અને અસ્થાયી રૂપે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે.
ઇરાન જતી તમામ ફ્લાઇટ્સ અનિશ્ચિત કાળ માટે બંધ
આ સાથે સાથે કુવૈતે ઇરાન જતી તમામ ફ્લાઇટ્સ અનિશ્ચિત કાળ માટે બંધ કરી દીધી છે. એમિરેટ્સ, એતિહાદ અને કતાર એરવેઝે પણ રૂટ્સ બદલી દીધા છે. આના કારણે યુરોપ, ભારત, યુકે અને ઉત્તર અમેરિકા વચ્ચેની લાંબી ફ્લાઇટ્સ અસરગ્રસ્ત થઈ છે, જેમાં ડાયવર્શન અને રિફંડની વ્યવસ્થા કરવામાં આવી છે તેવું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. તમામ મુસાફરોને એરલાઇન્સના અપડેટ્સ ફોલો કરવાની સલાહ આપવામાં આવી છે.