Sun Oct 04 2026

Logo

UPI પેમેન્ટ: રાહુલ ગાંધીનું નિવેદન- અમેરિકાના દબાણમા સરકારનું સરેન્ડર, ગ્રાહકના ખિસ્સા પર પડશે અસર

2026-09-15 15:10:00
Author: Mumbai Samachar Team
UPI પેમેન્ટ: રાહુલ ગાંધીનું નિવેદન- અમેરિકાના દબાણમા સરકારનું સરેન્ડર, ગ્રાહકના ખિસ્સા પર પડશે અસર

દેશમાં ડિજિટલ ચુકવણીની સૌથી મોટી ઓળખ બની ચુકેલી UPIને લઇને હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકારે UPI  પર ચાર્જ લગાવવાનો રસ્તો ચુપચાપ ખોલી નાંખ્યો છે. રાહુલ ગાંધીનો દાવો છે કે ₹2,000થી વધુની કોમર્શિયલ ચુકવણી પર ચાર્જ લગાવી શકાય છે અને તેનો બોજ છેવટે ગ્રાહકોના ખિસ્સા પર પડશે. રાહુલે આની પાછળ અમેરિકાના દબાણનો આરોપ લગાવ્યો

રાહુલ ગાંધીએ તાક્યું નિશાન

''મોદી સરકારે ચુપચાપ UPI પર ફીસ લગાવવાનો રસ્તો ખોલી નાંખ્યો છે. 2,000 રૂપિયાથી ઉપરના મર્ચન્ટ UPI લેવડ-દેવડ MDR લગાવી શકાય છે. આ ટ્રાન્ઝેક્શનની સંખ્યા ભલે ફક્ત 5% હોય, પરંતુ UPIની કુલ transaction valueના અંદાજે 65% તેમાંથી જ છે. સરકાર કહે છે કે ગ્રાહક પાસેથી કોઇ ફી નહીં લેવામાં આવે પરંતુ દુકાનદાર પર લાગનારી ફી છેવટે ક્યાંથી આવશે ? કિંમતોમાં ઉમેરાઇને ગ્રાહકોના ખિસ્સામાંથી.''

''અમેરિકી પેમેન્ટ કંપનીઓ ઘણાં લાંબા સમયથી ભારતની ઝીરો-એમડીઆર નીતિનો વિરોધ કરતી રહી છે.  હવે મોદી સરકારે બરોબર તે જ દીશામાં નીતિ બદલવાનો રસ્તો ખોલી નાંખ્યો છે. યૂએસ ટ્રેડ ડીલની જેમ, Compromised પીએમ મોદી ફરી એકવાર અમેરિકી દબાણ સામે સરેન્ડર કરી રહ્યા છે.'' 

કોંગ્રેસની ફેક પોસ્ટ

''કોગ્રેસે પીએમ મોદી પર નિશાન તાકતા પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટને ભાજપ નેતા અમિત માલવીયે ફેક ગણાવી છે. તેમણે લખ્યું 2,000 રૂપિયાથી ઉપર UPI પર 0.5% ટેક્સ? કોંગ્રેસનો દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. 5,000 રૂપિયાની ચુકવણી પર 25 રૂપિયા અને 10,000 રૂપિયા પર 50 રૂપિયા વસૂલવામાં આવશે,આવો કોઇ સરકારી આદેશ, ટેક્સ કે કન્ઝ્યુમર ચાર્જ નથી.''

''14 સપ્ટેમ્બરની અધિસૂચનાએ ફક્ત 2,000 સુધીના યુપીઆઇ RuPay ટ્રાન્ઝેક્શન પર ઝીરો-ચાર્જ પ્રોટેક્શનને સ્પષ્ટ કર્યું છે.  2,000 રૂપિયાથી ઉપરના યુપીઆઇ પેમેન્ટ્સ પર 0.5% ચાર્જ નક્કી નથી કર્યો. અને સૌથી મહત્વની વાત, યુપીઆઇ યૂઝર્સ પાસેથી કોઇ ચાર્જ નથી લઇ રહ્યું. Person-to-person UPI transactions કોઇ પણ રકમ પર ફ્રી છે. સરકારે સ્પષ્ટ કર્યું કે જો ભવિષ્યમાં MDR આવે પણ છે તો તે સીમિત મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર લાગશે, ગ્રાહક પર નહીં.''