કરાચી/ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાને વધુ એક ઝટકો લાગ્યો છે. સંગઠન સાથે સંકળાયેલા વધુ એક આતંકવાદીની ધોળે દિવસે અજાણ્યા લોકોએ ફિલ્મ 'ધુરંધર' સ્ટાઈલમાં મોતને ઘાટ ઊતાર્યો હતો. મૃતક આતંકવાદી લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદનો નજીકનો સાથી હોવાનું કહેવાય છે. પોલીસ આ બનાવ પછી તપાસ હાથ ધરી છે, જ્યારે વીડિયો પણ વાયરલ થયો છે.
જીવ બચાવવાની પણ તક મળી નહીં
પોલીસે જણાવ્યું કે અહીંના રોડ નંબર અગિયાર ખાતે બનાવ બન્યો હતો. હાફિઝ સઈદનો નજીકના સાથી સામે ચાર અજાણ્યા બંદૂકધારીઓ ધસી જઈ ગયા હતા, ત્યારબાદ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. દરવાજા નજીક બેઠો હતો, ત્યારે બે બાઈક પર સવાર ચાર બંદૂકધારીઓ પહોંચ્યા હતા, ત્યારબાદ ચારેય જણે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલો એટલો ઝડપથી થયો કે તેને જીવ બચાવવાનો મોકો મળ્યો નહોતો.
Karachi
— Bhairav Force (OSint) (@BhairavForce) September 14, 2026
CCTV from Bhains Colony (Road No. 11) shows four unidentified motorcycle-borne gunmen carrying out a targeted shooting near a parked vehicle.
Reports circulating describe the victim as an ISI-linked Lashkar-e-Taiba operative.
No official identification or claim of… pic.twitter.com/O9M0foCE0Q
હુમલાની કોઈ સંગઠને જવાબદારી લીધી નથી
મૃતક લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદનો નજીકનો સાથી મનાય છે, જે આઈએસઆઈનો ઓપરેટિવ હતો. જોકે, પાકિસ્તાની અધિકારીઓએ તેની ઓળખ કરી હતી તથા સંગઠનમાં તેની ભૂમિકા લઈને પણ તપાસ ચાલી રહી છે. આ હુમલાખોરો અંગે પણ કોઈ સંગઠને જવાબદારી લીધી નથી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે ધોળે દિવસે થયેલા હુમલાને કારણે આસપાસના લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. પોલીસ પ્રશાસન દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.
ભારત વિરોધી ગતિવિધિ કરનારા પહોંચ્યા જહન્નમ
કરાચીમાં થયેલા હુમલા અંગે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન સાથે કોઈ કનેક્શન છે કે નહીં એના અંગે તપાસ કરવામાં આવશે. જોકે, હજુ સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી. 2020 પછી ભારત-વિરોધી ગતિવિધિઓ કરી રહેલા આતંકવાદીઓને વીણી વીણીને અજાણ્યા લોકો મોતને ઘાટ ઊતાર્યા છે. એપ્રિલ 2024માં એક તપાસમાં જાણવા મળ્યું હતું કે આશરે 30 કેસમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદીઓની હત્યા કરવામાં આવી હતી. જોકે, પાકિસ્તાન પોકળ દાવા કરે છે કે આ હત્યા પાછળ ભારતની ગુપ્તચર એજન્સીનો હાથ છે, પરંતુ ભારતએ તમામ દાવાઓને ફગાવી દીધા છે. અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં અબ્દુલ રહમાન મક્કી, ફૈસલ નદીમ, સલમાન, શેખ યુસુફ અફરીદી જેવા ખુંખાર આતંકવાદીઓ જહન્નમ પહોંચી ચૂક્યા છે.