Fri Apr 17 2026

Logo

સુરતમાં ચૂંટણી પૂર્વે હડકંપ: ફોર્મ ન ભરી શકતા 'આપ'ના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીધું!

2026-04-11 17:28:04
Author: Devayat Khatana
Article Image

સુરત: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી નોંધવવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે સુરતના રાજકારણમાં એક ઘટનાએ ભારે ગરમાવો લાવી દીધો છે.  ઉમેદવારી નોંધાવવા માટે કલેકટર કચેરી ખાતે આવેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફિનાઇલ પી લેતા દોડધામ મચી ગઈ હતી. 

મળતી વિગતો અનુસાર, સુરત કલેકટર ક્ચેરીમાં આજે અનેક રાજકીય પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. કલેકટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવવાની કામગીરી ચાલી રહી હતી અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ગૌશાલીબેન ગાંગડેએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. 

મળતી વિગતો અનુસાર, આપના ઉમેદવાર ગૌશાલીબેને અચાનક ફિનાઈલ ગટગટાવી લીધું હતું. આ સમયે કચેરીમાં ફરજ પર હાજર સુરક્ષાકર્મીઓ અને કાર્યકરોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા બોલાવીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

જો કે ચોંકવાનારી વાત તો એ છે કે આ આપઘાતના પ્રયાસ પાછળનું કારણ ઉમેદવારી નહિ નોંધાવી શક્યા હોવાનું ખૂલ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચના કડક નિયમો અને ટેકનિકલ ખામીને કારણે તેઓ ઉમેદવારી ફોર્મ ભરી શક્યા નથી. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ કોઇપણ કચાશ રાખ્યા વિના મને ટિકિટ આપી છે પણ ચૂંટણી પંચના કડક નિયમોને કારણે હું ઉમેદવારી નોંધાવી શકી નથી.