Fri Apr 17 2026

Logo

વિશેષ કોર્ટે 2023ના ભ્રષ્ટાચારના કેસમાં  કસ્ટમ્સના ભૂતપૂર્વ અધિકારીને મુક્ત કર્યા

2026-04-07 19:04:32
Author: યોગેશ ડી. પટેલ
Article Image

થાણે: થાણેની વિશેષ કોર્ટે 2023ના ભ્રષ્ટાચારના કેસમાં કસ્ટમ્સ વિભાના ડેપ્યુટી કમિશનરને મુક્ત કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં સક્ષમ અધિકારી પાસેથી જરૂરી મંજૂરી વિના ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.સીબીઆઇ કોર્ટના વિશેષ જજ ડી. એસ. દેશમુખે કસ્ટમ્સના ભૂતપૂર્વ અધિકારી દિનેશ ફુલડિયાની મુક્તિ માટેની અરજીને મંજૂરી આપતાં સ્પષ્ટ કર્યું હતું કે યોગ્ય મંજૂરી મળ્યા બાદ ફરિયાદ પક્ષ નવી ચાર્જશીટ દાખલ કરી શકે છે.

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા 6 જૂન, 2023ના રોજ માલની ગેરકાયદે આયાતને મંજૂરી આપવા માટે વચેટિયા પાસેથી કથિત લાંચ લેવા બદલ ન્હાવા શેવામાં જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ ખાતે કાર્યરત દિનેશ ફુલડિયા તથા અન્ય અધિકારીની ધરપકડ કરી હતી.કેસની વિગત મુજબ ફુલડિયા અને અન્ય અધિકારીએ વચેટિયા મારફત કસ્ટમ્સ હાઉસ એજન્ટોનેે વિદેશમાં બે વર્ષથી વધુ સમય સુધી રહેલી વ્યક્તિને વપરાયેલી ઘરગથ્થુ જણસોની આયાત પર પાંચ લાખ રૂપિયા સુધીની કરમુક્તિ માટે કસ્ટમ્સ એક્ટની ‘રહેઠાણની બદલી’ની કલમનો ઉપયોગ કરવામાં મદદ કરી હતી. 

ફુલડિયા સામે ભારતીય ન્યાય સંહિતા અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)