બેંગ્લૂરુઃ 2025ની ત્રીજી જૂને રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ની ટીમ 18 વર્ષના આઇપીએલના ઇતિહાસમાં પહેલી વખત ચૅમ્પિયન બની હતી, પરંતુ એના સેલિબ્રેશનમાં આઘાતજનક અને કરુણ ઘટના બની હતી જેમાં ટીમના 11 ચાહક બીજા દિવસે (ચોથી જૂને) બેંગ્લૂરુના એમ.
ચિન્નાસ્વામી સ્ટેડિયમ STADIUM)ની બહાર ગેરવ્યવસ્થાને કારણે હજારો લોકો વચ્ચે થયેલી નાસભાગ (STEMPEDE)માં મૃત્યુ પામ્યા હતા અને તેમને અંજલિ આપવાના હેતુથી આરસીબીના ફ્રૅન્ચાઇઝીએ એક યોજના વિચારી છે.
શનિવાર, 28મી માર્ચે શરૂ થનારી આઇપીએલની 19મી સીઝન દરમ્યાન આરસીબીના તમામ ખેલાડીઓ મૅચના દિવસે 11 નંબરની જર્સી પહેરીને પ્રૅક્ટિસ કરશે. મૅચમાં ટીમનો દરેક ખેલાડી પોતાના રાબેતા મુજબના નંબરવાળી જર્સીમાં જ જોવા મળશે.
બીજું, ભાગદોડમાં મૃત્યુ પામેલા 11 જણને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાયમ માટે 11 સીટ ખાલી રાખવાની પણ યોજના છે. આવું કરવા પાછળનું કારણ એ છે કે મૃત્યુ પામેલા 11 ચાહક સદા અમારી સાથે જ છે એવું અમને માનીશું,' એવું આરસીબીના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (સીઇઓ) રાજેશ મેનને મંગળવારે અહીં પત્રકારોને જણાવ્યું હતું.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન આરસીબી 28મીની સૌપ્રથમ મૅચ બેંગ્લૂરુમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ સીઝનમાં આરસીબીની જે પાંચ મૅચ રમાવાની છે એમાં આ પહેલી મૅચ છે. આરસીબીની બાકીની બે હોમ મૅચ રાયપુરમાં રમાશે.
રજત પાટીદારના સુકાનમાં આરસીબીએ ગયા વર્ષે ફાઇનલમાં પંજાબ કિંગ્સને છ રનથી પરાજિત કરીને ટ્રોફી જીતી લીધી હતી. આ વખતે આરસીબીની બીજી મૅચ રવિવાર, પાંચમી એપ્રિલે બેંગ્લૂરુમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) વિરુદ્ધ રમાશે.