નવી દિલ્હીઃ ઈરાન અમેરિકા વચ્ચે સીઝફાયરના એલાન બાદ LPG, LPG-PNG ગેસ, પેટ્રોલ-ડીઝલને લઈ ટેન્શન ખતમ થઈ જશે? આ સવાલ દરેક નાગરિકને થાય એ સ્વાભાવિક છે. શું હાલમાં જે સ્થિતિ છે એ પહેલા જેવી સામાન્ય થશે? આ મુદ્દાને લઈને ભારત સરકારે એક મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયા સંયુક્ત સચીવ સુજાતા શર્માએ કહ્યું હતું કે, સરકાર દૈનિક ધોરણે લગભગ એક લાખ સિલિન્ડર વેચી રહી છે.
અછતના કોઈ પ્રકારના રિપોર્ટ નથી
પત્રકાર પરિષદમાં વાત કરતા સચીવે કહ્યું હતું કે, LPG વિતરકો અને પેટ્રોલપંપ પાસે પૂરતો સ્ટોક છે. કોઈ પ્રકારની અછત હોવાના રિપોર્ટ મળ્યા નથી. જ્યારે ડૉમેસ્ટિક LPGની સપ્લાય પણ સામાન્ય છે, જેમાં 98 ટકા બુકિંગ ઓનલાઈન થઈ રહી છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય પણ 70 ટકા સુધી રહી છે. તા. 14 માર્ચથી અત્યાર સુધી 1 લાખ 6 હજાર ટન LPG ગેસનું વેચાણ થયું છે. દૈનિક ધોરણે 6 હજારથી 6500 ટન ગેસનું વેચાણ થઈ રહ્યું છે. 5 કિલોના LPG ગેસ સિલિન્ડરને લઈને કહ્યું કે, સહાયક ઉપાયોમાં IEDના પાંચ કિલોના સિલિન્ડરની સપ્લાય બમણી થઈ છે. દૈનિક ધોરણે 1 લાખ સિલિન્ડરનું વેચાણ થઈ રહ્યું છે.
LPG distributors and petrol pumps have sufficient stock with no reported shortages. Domestic LPG supply remains normal with 98% online bookings, while commercial LPG is 70% restored, with around 1,06,000 tonnes sold since 14 March and 6,000 to 6,500 tonnes sold daily.
— PIB India (@PIB_India) April 10, 2026
Support… pic.twitter.com/nFcCLqG1yc
PNGમાં ગેસ મળતા થોડો સમય લાગશે
23 માર્ચથી અત્યાર સુધીમાં કુલ 11 લાખ સિલિન્ડર વેચાઈ ગયા છે. લોકજાગૃતિ માટે દેશભરમાં 2400થી વધારે જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ગેસના મામલે ડૉમેસ્ટિક ઉપયોગને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઉદ્યોગોને થતી સપ્લાયમાં આશરે 60 ટકાનો સુધારો છે. LPG ગેસના ઉપયોગ કર્તા PNGમાં શિફ્ટ થાય એ પ્રક્રિયા હજુ ચાલુ છે પણ એને થોડો સમય લાગી શકે છે.