Fri Apr 17 2026

Logo

શેરબજારનું કમબેક! સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો...

2026-03-24 10:06:34
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: વૈશ્વિક તણાવ વચ્ચે મોટા ભંગાણ બાદ આજે મંગળવારે ભારતીય શેર બજાર મોટા વધારા સાથે ખુલ્યું, જેને કારણે રોકાણકારોને આંશિક રાહત મળી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 1,516 પોઈન્ટના વધારા સાથે 74,212 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 365 પોઈન્ટના વધારા સાથે 22,878 પર ખુલ્યો.

આજે શરૂઆતના કારોબારમાં લગભગ તમામ સેક્ટરમાં વધારો નોંધાયો. ઓટો, બેંકિંગ, એનર્જી, ફાર્મા, પીએસયુ બેંકો અને પ્રાઈવેટ બેંક સેક્ટરમાં લગભગ 1 થી 2 ટકાનો વધારો નોંધાયો છે. નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ લગભગ 2 ટકાનો વધારો નોંધાયો.  

નિફ્ટીના શેરોમાં સૌથી વધુ વધારો એશિયન પેઇન્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ, ટાઇટન કંપની, ઇન્ટરગ્લોબ એવિએશન અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં નોંધાયો.

ગઈ કાલે સોમવારે ભારતીય શેર બજારમાં ભારે કડાકો નોંધાયો હતો. સેન્સેક્સ 1,836.57 પોઈન્ટ (2.46%)ના ઘટાડા સાથે 72,696.39 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 601.85 પોઈન્ટ (2.60%)ના ઘટાડા સાથે 22,512.65 પર બંધ થયો હતો.

વૈશ્વિક બજારોમાં તેજી:

ઈરાન અને યુએસ વચ્ચે તણાવ ઓછો થવાના સંકેતો મળી રહ્યા છે, જેને કારણે વૈશ્વિક બજારોમાં થોડી તેજી જોવા મળી રહી છે. આજે એશિયન બજારો ઉછાળા સાથે ખુલ્યા. જાપાનના નિક્કી 225માં 2.2%, ટોપિક્સમાં 2.47%, દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 3.5% અને કોસ્ડેકમાં 3.29%નો વધારો નોંધાયો. 

ગઈ કાલે સોમવારે યુએસ શેર બજારો પણ મજબુત ઉછાળા સાથે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 1.38% ના વધારા સાથે 46,208.47 પર બંધ થયો, અને S&P 500 1.15% ના વધારા સાથે વાંધા થયો. નાસ્ડેકમાં પણ 1.38% નો વધારો નોંધાયો.